Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુર ઝાયડસ સ્કૂલમાં 'ZyShow'ની ધૂમ:માટીકામથી લઈ રોબોટિક્સ સુધીની સર્જનાત્મક કૃતિઓએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા

    14 hours ago

    અમદાવાદના વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ ખાતે તાજેતરમાં 24 અને 25 માર્ચના રોજ વાર્ષિક પ્રદર્શન 'ZyShow'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે કેળવેલા વિવિધ જીવન કૌશલ્યો અને તેમની આંતરિક સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. શાળાના આ પ્રદર્શને સાબિત કરી દીધું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકાસ એ આજના સમયની માંગ છે. હસ્તકલા અને આંતરિક સુશોભનમાં વિદ્યાર્થીઓની નિપુણતા પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ નીડલવર્ક અને ક્રોશેટ-મેક્રેમ ક્લબની કૃતિઓ રહી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથે બનાવેલા મોજાં, ભરતકામ કરેલા ઓશીકા, ગાદીના કવર, અને પેચવર્ક વોલ હેંગિંગ્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ક્રોશેટ વર્ક દ્વારા તૈયાર કરાયેલી કાનની બુટ્ટીઓ, હેર ક્લિપ્સ અને ટેબલ મેટ્સ જોઈને મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આંતરિક સુશોભન વિભાગમાં પોટ આર્ટ અને થ્રેડવર્ક દ્વારા વિદ્યાર્થીઓએ તેમની કલાત્મક દ્રષ્ટિનો પરિચય આપ્યો હતો. લાકડાની બનાવટો અને માટીકામનું અદભૂત પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓએ કાર્પેન્ટ્રી કૌશલ્યનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે શૂ-રેક, રાઈટિંગ ટેબલ, ફ્રૂટ બાસ્કેટ અને પક્ષીઓ માટેના સુંદર ઘર તૈયાર કર્યા હતા. માટીકામ વિભાગમાં સિરામિક ગ્લેઝિંગ અને માટીના પરંપરાગત વાસણોએ જૂની કળાને જીવંત કરી હતી. આ પ્રદર્શનો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ શ્રમનું મૂલ્ય અને રચનાત્મકતા બંને શીખી રહ્યા છે. પર્યાવરણ જાળવણી અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ બાગકામ વિભાગમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઔષધીય છોડ અને મોસમી ફૂલોનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને, શાળાના ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અને ખાતરના ખાડા વિશેની માહિતીએ પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સાયન્સ ક્લબમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનો પરચો આપ્યો હતો. મનોરંજન અને સ્વાદનો સંગમ કાર્યક્રમમાં માત્ર પ્રદર્શનો જ નહીં, પરંતુ જીવંત રજૂઆતો પણ કરવામાં આવી હતી. વક્તૃત્વ, નૃત્ય, નાટક અને સંગીત ક્લબના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાની પ્રતિભા દર્શાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. બીજી તરફ, 'નોન-ફાયર કુકિંગ' ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આઈટી, ક્વિઝ અને લીડરશીપ ક્લબ દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આ નવતર પ્રયોગની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પેન્શનરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:Validation Act 2025 રદ કરવા કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IT-ITeS યોજનાઓ પર માર્ગદર્શન:વિદ્યાર્થીઓ અને સ્ટાફને સરકારી સહાયની માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment