Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IT-ITeS યોજનાઓ પર માર્ગદર્શન:વિદ્યાર્થીઓ અને સ્ટાફને સરકારી સહાયની માહિતી અપાઈ

    16 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ગુજરાત સરકારની IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અને ITeS (IT ઇનેબલ્ડ સર્વિસીસ) ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયા, IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્મા અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને નોડલ ઓફિસર કનકબાલા જાનીએ ગુજરાત સરકારની IT નીતિ અને તેના અંતર્ગત મળતી વિવિધ સહાયો અને યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો અને સરકારી પ્રોત્સાહન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્માએ શિક્ષણ અને ગુણવત્તાના વિકાસમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. કે. સી. પોરીયાએ પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે અને વિદ્યાર્થીઓએ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જયેશકુમાર મોદી દ્વારા વીડિયો પ્રસારણના માધ્યમથી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી કનકબાલા જાની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેજલપુર ઝાયડસ સ્કૂલમાં 'ZyShow'ની ધૂમ:માટીકામથી લઈ રોબોટિક્સ સુધીની સર્જનાત્મક કૃતિઓએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા
    Next Article
    સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment