Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ

    14 hours ago

    સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક સાવકા પિતાએ પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ ગંભીર મામલે કતારગામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ મહિના સગીર દીકરીને હવસનો શિકાર બનાવી સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે સંબંધોને કલંકિત કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે. આશ્રય આપનાર પિતા જ જ્યારે ભક્ષક બને ત્યારે સમાજ માટે તે ચિંતાનો વિષય બની જાય છે. કતારગામમાં એક સાવકા પિતાએ છેલ્લા પાંચ મહિનાથી પોતાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. લગ્નની લાલચ આપી મહિલાને દીકરી સાથે અપનાવી મળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાના 2010માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2012માં રેલવે સ્ટેશન પર સફાઈ કામ કરતી વખતે આ મહિલાનો સંપર્ક લારી ચલાવતા એક યુવક સાથે થયો હતો. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને યુવકે લગ્નની લાલચ આપી મહિલાને તેની દીકરી સાથે અપનાવી હતી. ત્યારથી તેઓ પરિવાર તરીકે સાથે રહેતા હતા. સગીર દીકરી પર પાંચ મહિના સુધી આચર્યું દુષ્કર્મ છેલ્લા પાંચ મહિના દરમિયાન, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે આરોપી સાવકા પિતાએ 13 વર્ષની સગીરાની એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરા પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ આરોપીએ માસૂમ દીકરીને ધમકી આપી હતી કે જો તે આ વાતની જાણ કોઈને કરશે, તો તેને જાનથી મારી નાખવામાં આવશે. અંતે કંટાળી સગીરાએ માતાને હકીકત જણાવી પિતાની ધમકીથી ફફડી ગયેલી સગીરા શરૂઆતમાં કંઈ બોલી શકી ન હતી, પરંતુ સતત થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે તેણે હિંમત ભેગી કરી ગતરોજ પોતાની માતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા તુરંત જ દીકરીને લઈને કતારગામ પોલીસ મથકે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો કતારગામ પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તુરંત જ ગુનો દાખલ કર્યો હતો. સાવકા પિતા સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સગીરાઓની સુરક્ષા માટે પરિવારે પણ જાગૃત રહેવું કેટલું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IT-ITeS યોજનાઓ પર માર્ગદર્શન:વિદ્યાર્થીઓ અને સ્ટાફને સરકારી સહાયની માહિતી અપાઈ
    Next Article
    તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત:જાહેરાત છતાં રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment