Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત:જાહેરાત છતાં રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

    12 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં પાકા રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. અગાઉ રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા ગામમાં રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે અને રસ્તા બન્યા નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા નદી કિનારે આવેલું તુરખેડા ગામ 2000થી વધુ વસ્તી ધરાવે છે. ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યાં મોટા પથ્થરો હોવાથી વાહનોના ટાયર ફાટી જવાનો ભય રહે છે. ગામમાં પહોંચ્યા પછી પણ આંતરિક રસ્તાઓના અભાવે વાહનોને ગામની બહાર પાર્ક કરીને પગપાળા જવું પડે છે. રસ્તાઓના અભાવને કારણે આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ગામ સુધી પહોંચી શકી નથી. ગ્રામજનોના મતે, તંત્રના બે વિભાગના સંકલનના અભાવે ગામ રસ્તાથી વંચિત રહ્યું છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો રસ્તા માટે લડી લેવાના મૂડમાં છે.
    Click here to Read More
    Previous Article
    સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ
    Next Article
    MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment