Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ

    11 hours ago

    મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કુલ 24,280 ગ્રાહકો પાસેથી રૂ. 3 કરોડ 51 લાખ 33 હજારની રકમ વસૂલવામાં આવી છે. ગોધરા વર્તુળ કચેરી હેઠળ MGVCL દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 1008 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ પર વસૂલાત કરી હતી. આ ઝુંબેશ માત્ર ગોધરા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારો જેવા કે ગોધરા, હાલોલ, લુણાવાડા અને દાહોદમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી હતી. આ ચાર મુખ્ય કેન્દ્રોમાં કુલ 44,614 ગ્રાહકો પાસેથી રૂ. 5 કરોડ 99 લાખ 88 હજારની બાકી રકમ વસૂલવાનું આયોજન કરાયું હતું. વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. MGVCL એ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરી દેવા માટે અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત:જાહેરાત છતાં રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી
    Next Article
    પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈ:સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉમેદવારે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ: પુરાવા સાથેના અનામી પત્રએ પોલ ખોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment