Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈ:સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉમેદવારે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ: પુરાવા સાથેના અનામી પત્રએ પોલ ખોલી

    12 hours ago

    સુરત મનપાની આગામી ચૂંટણીઓ પહેલા જ ભાજપના સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવો પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપીન તળાવિયા (પટેલ)ની નિમણૂકને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં તેની ઉંમરને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા એક પત્ર અને દસ્તાવેજો મુજબ, બિપીન તળાવિયાએ હોદ્દો મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાવી અને અટક બદલ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે ભાસ્કરે બિપીન તળાવિયાનો સંપર્ક કરતાં ગોળ-ગોળ જવાબ આપ્યા છે. મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે આ વિવાદ કોઈ વિરોધી પક્ષે નહીં, પરંતુ ભાજપના જ કોઈ નારાજ કાર્યકર્તા કે નજીકની વ્યક્તિએ છેડ્યો છે. બિપીન તળાવિયાના જન્મના દાખલા, પાલિકાની વેબસાઈટ પરની વિગતો અને મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા છે. શું આ ડોક્યુમેન્ટ સીધા જ પ્રમુખની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. વાયરલ થયેલા દસ્તાવેજો ઉંમર ખોટી દર્શાવી હોવાનો આક્ષેપ ભાજપના નિયમ મુજબ યુવા મોરચામાં હોદ્દેદારોની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. જોકે, વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ બિપીન તળાવિયાની સાચી જન્મતારીખ 10 એપ્રિલ 1989 છે. આ હિસાબે નિમણૂક સમયે તેમની ઉંમર 36 વર્ષ અને 10 મહિના એટલે કે લગભગ 37 વર્ષ થવા જાય છે. આક્ષેપ છે કે તેમણે ખોટું આધારકાર્ડ રજૂ કરી પોતાની જન્મ તારીખ 10 એપ્રિલ 1991 દર્શાવી છે. નામ અને અટક બદલવાનો આક્ષેપ કરાયો છે માત્ર ઉંમર જ નહીં, પરંતુ અટકને લઈને પણ વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, સરકારી રેકોર્ડમાં તેમનું નામ બિપીન વિનુભાઈ પટેલ છે અને અટક 'પટેલ' છે. પરંતુ SMIARની યાદીમાં 'તળાવિયા' અટક જોવા મળે છે. પત્રમાં એવો પણ દાવો કરાયો છે કે પાછળથી પટેલમાંથી પેટા અટક 'તળાવિયા' લખાવીને વિગતોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો હોય શકે છે. અનામી પત્ર વાયરલ, 'ખરેખર યુવાઓ સાથે અન્યાય ન કરો' આ સમગ્ર મામલે સુરત ભાજપ કાર્યાલય સુધી એક અનામી પત્ર પહોંચ્યો છે. ભાજપના જ એક યુવા કાર્યકર્તાઓ દ્વારા લખાયેલા આ પત્રમાં ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, ‘જો ઓવરએજ વ્યક્તિ જ યુવા મોરચાનું નેતૃત્વ કરશે, તો ખરેખર મહેનત કરતા યુવાન કાર્યકર્તાઓ સાથે અન્યાય થશે. અમારી લાગણી છે કે તાત્કાલિક નવા અને લાયક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે.’ પત્રમાં પુરાવાઓની હારમાળા, તપાસ કરવા માંગ અનામી પત્રમાં પડકાર ફેંકવામાં આવ્યો છે કે જો પક્ષના મોવડી મંડળને વિશ્વાસ ન હોય તો બિપીન તળાવિયાની ધોરણ 10ની માર્કશીટ, અસલી જન્મ દાખલો અને પાનકાર્ડ મંગાવીને તપાસ કરવી જોઈએ. ગુજરાત સરકારની સત્તાવાર બર્થ રજીસ્ટ્રેશન વેબસાઈટ પર પણ આ વિગતો ચકાસવા વિનંતી કરાઈ છે. બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ જ્યારે આ વિવાદ અંગે ભાસ્કર દ્વારા યુવા મોરચાના પ્રમુખ બિપીન તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, 'બધું બરાબર છે, મેં ચેક કરી લીધું છે. અત્યારે મને વધારે ખબર નથી, હું થોડી વારમાં ફોન કરું છું.' પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે શાસક પક્ષ ભાજપ માટે આ વિવાદ ગળાનું હાડકું બન્યો છે. એક તરફ ભાજપ શિસ્ત અને નિયમોની વાતો કરે છે, બીજી તરફ સંગઠનના પાયાના ગણાતા યુવા મોરચામાં જ જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જનતામાં નકારાત્મક સંદેશ જવાની ભીતિ છે. જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલ આજના ડિજિટલ યુગમાં સરકારી રેકોર્ડ ઓનલાઈન હોવાથી કંઈપણ છુપાવવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર જે રીતે જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલ થઈ છે, તે જોતા પક્ષ માટે આ મામલે આંખ આડા કાન કરવા મુશ્કેલ બનશે. વિરોધ પક્ષો પણ આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભાજપને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. હવે શું? હાઈકમાન્ડના નિર્ણય પર મીટ હવે જોવાનું એ રહેશે કે સુરત શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરી આ મામલે શું પગલાં લે છે. શું બિપીન તળાવિયા પાસે રાજીનામું માંગવામાં આવશે કે પછી તપાસના નામે મામલો થાળે પાડવામાં આવશે? યુવા કાર્યકર્તાઓ અત્યારે 'વેઈટ એન્ડ વોચ' ની સ્થિતિમાં છે, પરંતુ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે તે સ્પષ્ટ છે.
    Click here to Read More
    Previous Article
    MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ
    Next Article
    Farah Khan told Vidya Balan she ‘can’t dance’; actor practised 35-40 days for Bhool Bhulaiyaa to prove her wrong, recalls Priyadarshan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment