Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પેન્શનરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:Validation Act 2025 રદ કરવા કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો

    12 hours ago

    હિંમતનગરમાં બુધવારે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ અનુસાર પેન્શનરોએ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું હતું. 25 માર્ચ, 2025ના રોજ લોકસભામાં પસાર કરાયેલા Validation Act 2025ને રદ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાના આદેશના ભાગરૂપે આપવામાં આવ્યું હતું. પેન્શનરોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે સાબરકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હીના અધિક મહામંત્રી આર.એચ. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં કુલ 18 હજાર પેન્શનરો છે. જિલ્લાના પેન્શનર હોદ્દેદારો દ્વારા 18 હજાર પેન્શનરો વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 8મા પગારપંચમાં જૂના પેન્શનરોને અન્યાય ન થાય તે માટે ઉક્ત Validation Act રદ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કૌશિક જૈનના નિવેદનથી ખેડાવાલાની કમાન છટકી:'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' બોલતા જ કહ્યું-'ઓય આવી વાત ના કર', અશાંતધારા સુધારા વિધેયકની ચર્ચા સમયે ગરમા ગરમી
    Next Article
    વેજલપુર ઝાયડસ સ્કૂલમાં 'ZyShow'ની ધૂમ:માટીકામથી લઈ રોબોટિક્સ સુધીની સર્જનાત્મક કૃતિઓએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment