Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌશિક જૈનના નિવેદનથી ખેડાવાલાની કમાન છટકી:'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' બોલતા જ કહ્યું-'ઓય આવી વાત ના કર', અશાંતધારા સુધારા વિધેયકની ચર્ચા સમયે ગરમા ગરમી

    17 hours ago

    ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી, જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કૌશિક જૈને નિવેદન આપતા કહ્યું કે, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો', ત્યારે આ સાંભળતા જ ખેડાવાલાની કમાન છટકી હતી અને તેને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, 'ઓય, આવી વાત ના કર'. આ કારણે ગૃહમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને પક્ષના નેતાઓ વચ્ચે તીખી ચર્ચાના દ્રશ્યો સર્જાયા હતાં. જોકે, પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગૃહમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને ભૂલથી કેશુબાપા સંબોધતા હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું. મંત્રીઓના અધૂરા જવાબને પગલે અધ્યક્ષનું કડક વલણ પ્રશ્નકાળ દરમિયાન કેટલાક મંત્રીઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોવાથી અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક ટિપ્પણી કરી. મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપે. અધિકારીઓને ટકોર કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’ અધ્યક્ષે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું કે, મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવી તેમની જવાબદારી છે. વિધાનસભામાં અધિકારીઓ માત્ર દર્શક બનીને બેસવા માટે આમંત્રિત નથી કરવામાં આવતા. 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' કૌશિક જેને કહ્યુંને ખેડાવાલા ગુસ્સે થયા ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન કૌશિક જૈનએ ઇમરાન ખેડાવાલાને કહ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેને લઈને ખેડાવાલા ગુસ્સે થયા અને 'ઓય આવી વાત ના કર' અને ગૃહ ગરમાયું ભાજપના અમદાવાદના ધારાસભ્યોએ હોબાળો કર્યો. રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસકર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા છે, જેમાંથી 79 મોત જેલ કસ્ટડીમાં અને 14 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. જે કસ્ટડી સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    સોનું-ચાંદી, કિંમતી રત્નો...48 વર્ષ પછી પુરીના જગન્નાથ મંદિરનો ખજાનો ખોલાયો:જેમોલોજિસ્ટ, રજિસ્ટર્ડ સોનીની હાજરીમાં ગણતરી શરુ, દરેક આભૂષણની ડિજિટલ ફોટોગ્રાફી થઈ રહી છે
    Next Article
    હિંમતનગરમાં પેન્શનરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:Validation Act 2025 રદ કરવા કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment