Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારિજ સરકારી કોલેજમાં 'Yuva Skills' દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ:વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો મળી, 10 થી વધુએ ઇન્ટરવ્યૂ આપ્યા

    9 hours ago

    હારિજ, 1 સપ્ટેમ્બર 2026 ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં એક ખાસ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ હતી. ઉદિશા પ્લેસમેન્ટ સેલ દ્વારા આયોજિત આ ડ્રાઇવમાં 'Yuva Skills Manpower Service's' સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઉદિશા પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ડો. માનસિંહભાઈ ચૌધરી અને પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર શ્રી હિરેનભાઈ જોષીએ કંપનીના પ્રતિનિધિ શ્રી તેજશભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. તેજશભાઈ શાહે વિદ્યાર્થીઓને તેમની સંસ્થાની કામગીરી અને નોકરી આપવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ માર્ગદર્શન સત્રમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. માહિતી સત્ર પછી યોજાયેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં 10 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડો. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ આ રોજગારલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સફળ થવા માટે આળસ છોડી શિસ્ત અપનાવો:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે શ્રાવણમાસમાં સંતવાણીમાં આપ્યો સંદેશ
    Next Article
    સમી સરકારી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ:વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી, અનુભવો શેર કર્યા અને ઇનામ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment