Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફળ થવા માટે આળસ છોડી શિસ્ત અપનાવો:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે શ્રાવણમાસમાં સંતવાણીમાં આપ્યો સંદેશ

    9 hours ago

    મણિનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસમાં સંતવાણી દરમિયાન મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સફળ થવા માટે આળસ છોડીને જીવનમાં શિસ્ત અપનાવવી ખૂબ જરૂરી છે.સાધુ પ્રેમવત્સલદાસજીએ સંસ્કૃતના એક પ્રખ્યાત શ્લોકનો ઉલ્લેખ કર્યો: 'આળસં હિ મનુષ્યાણાં શરીરસ્થો મહાન રિપુઃ'. આનો અર્થ છે કે મનુષ્યના શરીરમાં રહેલી આળસ જ તેનો સૌથી મોટો શત્રુ છે. આજે આપણને સવારે એલાર્મ વાગે ત્યારે ઉઠવાની, કસરત કરવાની કે ભણવાની આળસ આવે છે. આપણે કામને હંમેશા આવતીકાલ પર ટાળતા રહીએ છીએ. તેમણે જણાવ્યું કે આળસુ માણસ ગમે તેટલો ટેલેન્ટેડ હોય, તો પણ તે જીવનમાં કંઈ ખાસ કરી શકતો નથી. દુનિયામાં બે પ્રકારના દર્દ હોય છે: એક શિસ્તનું દર્દ અને બીજું પસ્તાવાનું દર્દ.ડિસિપ્લિનનું દર્દ થોડા સમય માટે જ હોય છે, જેમ કે સવારે વહેલા ઉઠવું. પરંતુ પસ્તાવાનું દર્દ આખી જિંદગી રડાવે છે કે 'કાશ, મેં તે સમયે મહેનત કરી લીધી હોત!' તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની દિનચર્યાના ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે ઘડિયાળ કદાચ ક્યારેક ખોટો સમય બતાવે કે બંધ પડી જાય, પરંતુ મહાપુરુષોના ક્રમમાં ફેરફાર થતો નથી.શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા છે કે સૂર્યોદય પહેલાં જાગી જવું અને સ્નાન વગેરે પતાવીને પૂજા-પાઠ નિયમિત કરવા. જે માણસ પોતાની સવારને જીતી લે છે, તે આખા દિવસને જીતી લે છે. આ શ્રાવણમાસમાં આળસનો ત્યાગ કરવાનો એક નિયમ લેવો જોઈએ. યાદ રાખવા જેવું છે કે આળસ આપણને તે ક્ષણે સુખ આપે છે, પણ ભવિષ્ય બગાડે છે. જ્યારે શિસ્ત તે ક્ષણે તકલીફ આપે છે, પણ ભવિષ્ય સુધારે છે. સુખી અને સફળ થવા માટે આળસ છોડવી પડશે અને જીવનમાં શિસ્ત લાવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાપાલિકામાં બાળ મહાસભા યોજાઇ:વિદ્યાર્થીઓએ મેયર-કમિશનર બની ગ્રીનસિટી-ક્લિનસિટીના સપના રજૂ કર્યા
    Next Article
    હારિજ સરકારી કોલેજમાં 'Yuva Skills' દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ:વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો મળી, 10 થી વધુએ ઇન્ટરવ્યૂ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment