Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકામાં બાળ મહાસભા યોજાઇ:વિદ્યાર્થીઓએ મેયર-કમિશનર બની ગ્રીનસિટી-ક્લિનસિટીના સપના રજૂ કર્યા

    8 hours ago

    મોરબી મહાનગરપાલિકામાં બુધવારે બાળ સંચાલિત બાળ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં મોરબીની જુદીજુદી શાળાઓના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ 'બાળ મહાસભા'નો હેતુ બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવવાનો હતો. અહીં વિદ્યાર્થીઓએ મેયર સમક્ષ ગ્રીનસિટી અને ક્લિનસિટી બનાવવાના પોતાના વિચારો રજૂ કર્યા. મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી અને કમિશનર સંગીતા રૈયાણીએ બુધવારે મહાપાલિકા કચેરી ખાતે શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી બાળકોને આમંત્રિત કર્યા હતા. આ બાળકોમાંથી એક દિવસ માટે મેયરથી લઈને કમિશનર સુધીના હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટરની હાજરીમાં મહાપાલિકાના સભા ખંડમાં બાળ મહાસભા યોજાઈ. સભામાં કોર્પોરેટર તરીકે હાજર રહેલા વિદ્યાર્થીઓએ ટ્રાફિક સમસ્યા, પ્રદૂષણ અને ગંદકી જેવા પ્રશ્નો પર સવાલો કર્યા હતા. અધિકારી તરીકેની જવાબદારી સંભાળનારા વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ અને અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આ પ્રશ્નોના જવાબ આપ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ કરવાનો હતો. આનાથી બાળકોને ઘણી નવી માહિતી જાણવા મળી. તેમને એ પણ સમજાયું કે તંત્ર દ્વારા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કેવી રીતે કામગીરી કરવામાં આવે છે. અંતમાં, મહાપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે, લોકશાહીમાં બાળકો વહીવટી કામગીરીથી વાકેફ થાય તે માટે તેમને મહાપાલિકામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના જ વડપણ હેઠળ કરવામાં આવેલી મહાસભાની કાર્યવાહી તેમના માટે આજીવન યાદગાર સંભારણું બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પિતાએ 3 મહિના પહેલા જ દીકરીને પતાવી દેવાનો પ્લાન કર્યો'તો:હત્યા માટે CCTV ન હોય તેવો સૂમસામ રસ્તો પસંદ કર્યો, ઓનરકિલિંગને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો
    Next Article
    સફળ થવા માટે આળસ છોડી શિસ્ત અપનાવો:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે શ્રાવણમાસમાં સંતવાણીમાં આપ્યો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment