Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાએ 3 મહિના પહેલા જ દીકરીને પતાવી દેવાનો પ્લાન કર્યો'તો:હત્યા માટે CCTV ન હોય તેવો સૂમસામ રસ્તો પસંદ કર્યો, ઓનરકિલિંગને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો

    8 hours ago

    સરખેજમાં એક મહિના અગાઉ એક યુવતીનું અકસ્માતમાં મોત થયાનું સ્વાંગ રચવામાં આવ્યું હતું જોકે હકીકતમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલીને ટ્રાફિક પોલીસ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલ પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ વાયરલ થયેલો વીડિયો જ હતો જે બાદ પણ મૃતકના સંબંધ રહેતા ભાઈ અને પિતાએ દીકરીનો ત્રણ મહિનાથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો જે મોકો મળતા હત્યા કરી દીધી હતી. અકસ્માતમાં હત્યામાં ખપાવવાોન પ્રયાસ, CCTVમાં ભાંડો ફૂટ્યો ફતેવાડીમાં રહેતી સોફિયા નામની યુવતીની ભાઈ હાબિલ અને પિતા ફારૂક દ્વારા માથામાં હથોડી મારીને હત્યા કરીને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.અક્સ્માત અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.પોલીસ દ્વારા કયા વાહને અક્સ્માત કરીને ટક્કર મારી જેના કારણે સોફિયાનુ મોત થયું તે તપાસ કરવામાં આવી રહી હતી.પોલીસે ઘણા અલગ અલગ સીસીટીવ ફૂટેજ તપાસ્યા પરંતુ કોઈ વાહન દેખાતું નહોતું.જે જગ્યાએ અક્સ્માત થયો ત્યાં પણ કોઈ સીસીટીવી ન્હોતા પરંતુ અકસ્માતના સ્થળેથી થોડે દૂર સીસીટીવી હતા. પોલીસે દૂરના સીસીટીવી તપાસતા એક બાઈક પર ત્રણ વ્યક્તિ આવતા દેખાયા હતા જેમાંથી એક નીચે પણ ઊતરી જતા દેખાતું હતું.સીસીટીવી કેમેરામાં સ્પષ્ટતા થતી ન્હોતી જેથી પોલીસ દ્વારા રિવર્સ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.અક્સ્માત સમયે સોફિયા સાથે ભાઈ હાબિલ પણ હાજર હતો જેથી તેની પૂછપરછ કરતા હાબિલે બોપલ હોસ્પિટલ કે જ્યાં સોફિયા કામ કરતી હતી ત્યાંથી ઘરે આવવાનો જે રૂટ કહ્યો તે રૂટ ખોટો હતો જેથી પોલીસને શંકા જતા હાબીલની કડકાઇથી પૂછપરછ કરવાના આવી હતી. યુવક સાથે દીકરીનો વીડિયો જોતા જ પિતા-પુત્રએ હત્યાનો પ્લાન કર્યો હાબિલે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે, આ અક્સ્માત નથી પરંતુ હત્યા છે.હત્યામાં હાબીલના પિતા ફારૂક પણ સંડોવાયેલા હતા.3 મહિના અગાઉ મૃતક સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો.આ વિડિઓ સોફિયાના પરિવાર સુધી પહોંચ્યો હતો જે બાદ પરિવારે સોફિયાને સમજાવી હતી પરંતુ સોફિયાએ યુવક સાથે સંબંધ રાખ્યા હતા જેના કારણે સોફિયાનો ભાઈ હાબીલ રોષે ભરાયો હતો તેને પિતાને સોફિયાની હત્યા કરવા જણાવ્યું હતું જેમાં પિતા ફારુકે પણ સહમતિ આપી હતી. સોફિયના હોસ્પિટલથી ઘરે આવતી તે રૂટની રેકી કરી બાપ દીકરાએ 3 મહિનાથી દીકરી સોફિયાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.સોફિયાના આવવા જવામાં રૂટની રેકી કરી હતી.ક્યાં રૂટ પર લોકોની અવરજવર ઓછી હોય અને સીસીટીવી ન હોય તેની પણ ફરીને તપાસ કરી હતી.આ દરમિયાન સમૃદ્ધિ ડેરીથી જવાનો રસ્તો સુમસામ હતો અને સીસીટીવી પણ ન્હોતા જેથી આ રસ્તે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. 12 ઓગસ્ટના દિવસે વરસાદ હોવાથી આ દિવસે હત્યા કરવાનું નક્કી કર્યું હતું.સોફિયા હોસ્પિટલ હતી ત્યારે હાબિલ અને ફારુક બાઇક પર લેવા ગયા હતા જે બાદ સમૃદ્ધિ ડેરીથી આગળ આવીને રસ્તામાં જ હથોડી મારી હત્યા કરી દીધી હતી.લાશને 200 મીટર બાઇક પર લઈને બાપ દીકરો આગળ આવ્યા હતા ત્યાં હાબિલે પોતાને અક્સ્માત થયો હોય તેવી ઇજા પહોંચાડી હતી અને બાઈકને નુકસાન કર્યું હતું.ફારુક ત્યાંથી નીકળી ગયો હતો.આમ બન્ને બાપ દીકરાએ કાવતરું રચીને હત્યા કરી હતી જેનો 27 દિવસમાં ભેદ ઉકેલાઈ ગયો છે. 12 ઓગસ્ટની રાત્રે યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય સોફિયા બોપલની નિકી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 12 ઓગસ્ટની રાત્રે સોફિયાનો ભાઈ મોહમ્મદ હાબિલ બાઈક પર તેને લઈને આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં સમૃદ્ધ ડેરીની પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા સોફિયા અને હાબીલને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં સોફિયાનું મોત થયું હતું. ટ્રાફિક પોલીસને જાણ થતાં એમ ડિવિઝન પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. હાબિલે સોફિયાના માથામાં હથોડીના ઘા ઝીંકી દીધા 12 ઓગસ્ટે વરસાદ હોવાને કારણે બંનેએ હત્યાને અંજામ આપ્યો હતો. સોફિયા જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યાં હાબિલ અને ફારૂક બાઈક લઈને લેવા પહોંચ્યા હતા. બંને સોફિયાને બાઈક પર બેસાડી બોપલથી પરત ફરતા હતા. આ દરમિયાન પ્લાન મુજબ હાબિલ સાથે હથોડી લઈને આવ્યો હતો જે સોફિયાના માથાના ભાગે મારી હતી. સોફિયા બેભાન થતા તેણે બાઈક પરથી નીચે ફેંકી માથામાં હથોડીના બીજા બે ઘા માર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિંગર કિંજલ રબારી પતિ સાથે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ:કહ્યું- કોઇએ કીડનેપ નથી કરી, મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહેવું છે; અપહરણની ફરિયાદ સામે સ્ટે
    Next Article
    મોરબી મહાપાલિકામાં બાળ મહાસભા યોજાઇ:વિદ્યાર્થીઓએ મેયર-કમિશનર બની ગ્રીનસિટી-ક્લિનસિટીના સપના રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment