Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાઇટ ડ્રાઇવ, પંજાબી સોન્ગ,બાઇક પર ગમછાવાળા શૂટર ને ફાયરિંગ, VIDEO:મમ્મી-મમ્મીની બૂમો પાડી ગારમેન્ટ વેપારીએ ગાડી સાઇડમાં લીધી; વડોદરામાં 5 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર

    2 days ago

    નાઇટ ડ્રાઇવ, પંજાબી સોન્ગ, બાઇક પર ગમછાવાળા શૂટર ને ફાયરિંગ, આ કોઈ વેબ સિરીઝનો સીન નથી, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં ગત 26 જૂને ગારમેન્ટ વેપારી પર થયેલા ફાયરિંગમાં જોવા મળતો ઘટનાક્રમ છે. વેપારીની કારના પાછળના ભાગમાં લાગેલા કેમેરામાં બાઇક પર આવતા બે ગમછાવાળા શૂટર કેદ થઈ ગયા છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ગત(26 જૂન) મોડી રાત્રે 10:27 વાગ્યે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી. આ બનાવમાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાના પાંચ દિવસ વીતવા છતાં હજુ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે. વાઘોડિયા: 26 જૂન, 2026, રાત્રે 10:27 વાગ્યે વાઘોડિયા રોડ પર પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને કપડાનો વેપાર કરતા 37 વર્ષીય આશિષકુમાર મદનલાલ બાકોલીયા 26 જૂનની રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી ફોર વ્હીલર કાર લઈને એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે વાઘોડિયા ચોકડી પાસે કાર ચાલક વેપારી સિગ્નલ પર ઉભો રહે છે. ત્યાં પહેલેથી બાઇક પર પીછો કરીને આવી રહેલા બે શૂટર પણ કાર પાછળ ઉભા રહે છે. બાઇક ચાલક શૂટરે કાળું હેલ્મેટ પહેર્યું છે અને ગમછો નાખેલો છે. થોડીવારમાં સિગ્નલ ગ્રીન થતાં બાઇક ચાલક શૂટર પાછળ બેઠેલા શૂટર સાથે કઇંક વાત કરે છે અને પછી બાઇક ફરીથી વેપારીની કાર પાછળ હંકારી મૂકે છે. કાર વાઘોડિયા ચોકડીથી આગળ વધે છે, બાઇક પર આવેલા શૂટર પણ કારનો બરાબર પીછો કરે છે. આ દરમિયાન રોડ પર સામાન્ય ટ્રાફિક જોવા મળે છે અને એક વ્હાઇટ કલરની કાર પણ બાઇક સવાર શૂટર પાછળ આવી રહી હોય છે. આ દરમિયાન વ્હાઇટ કારના ચાલકને આગળ કઇંક અજુગતું થયાનો અહેસાસ થાય છે અને તે કારને થોડી ધીમી પણ પાડે છે. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે ગ્રીન સિગ્નલ ચાલુ હોવાથી ટ્રાફિકને કારણે વેપારી પોતાની કાર ધીમી પાડે છે. આ તકનો લાભ ઉઠાવી વડોદરા તરફથી બાઇક પર આવેલા બે શૂટર પૈકી પાછળ બેઠેલા શૂટરે અચાનક કારની બાજુમાં આવીને આશિષકુમાર પર સીધું ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં જ વેપારી ખૂબજ ગભરાઈ જાય છે અને કારમાં મમ્મી-મમ્મી અન બચાવો-બચાવોની બૂમો પાડવા લાગે છે. ફાયર થયેલી ગોળી કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને સીધી આશિષકુમારના જમણા હાથના બાવડા પર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. મોટરસાયકલ ચલાવનારે કાળા કલરનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું. બંને હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ પણ વાંચો: ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ, કાર ઓવરટેક કરી બાઈક પર પાછળ બેસેલા શખસે હાથના બાવડામાં ગોળી મારી વેપારીએ કાર સાઈડમાં ઉભી રાખી પોલીસ-108ને ફોન કર્યો ઇજાગ્રસ્ત વેપારીએ તુરંત જ કાર રોડની સાઇડમાં ઊભી રાખી પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે સૌપ્રથમ પોલીસની ગાડી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઇજાગ્રસ્ત આશિષકુમારને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ સંપૂર્ણ ભાનમાં છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: 200થી વધુ CCTV ફંગોળ્યા છતાં હુમલાખોરો હજુ પકડથી દૂર આ પણ વાંચો: ગારમેન્ટ વેપારીના શરીરમાં ફસાયેલી ગોળી કાઢવાનું ઓપરેશન સફળ થોડીવાર તો ખબર જ ના પડી કે શું થયું? ઈજાગ્રસ્ત વેપારી આશિષ બાકોલિયાએ જણાવ્યું હતું કે, હું કાર લઈ ઘરે જતો હતો. સિગ્નલ બંધ હોવાથી ચાર રસ્તા પર ઊભો હતો. બાઈક ચાલકો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. થોડીવાર તો ખબર જ ના પડી કે શું થયું . ત્યારબાદ હાથમાં પીડા થઈ તો ખબર પડી કઈંક વાગ્યું છે. વડોદરા સલામત સિટીમાં આવે છે તેમ છતા આ ઘટના બની. ફાયરિંગ કરનાર કોણ હતા તે મને ખબર નથી. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 6 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો:આગામી 12 કલાકમાં ગુજરાતનો દરિયો તોફાની બની શકે, વલસાડથી વંથલી સુધી મેઘમહેર; જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું
    Next Article
    3 સેકન્ડમાં જ સુભાષબ્રિજના ત્રણ સ્પાન કડડભૂસ, CCTV:નવો બ્રિજ બનાવવા સુરક્ષિત રીતે ડિમોલિશન કરવામાં આવ્યું, આગામી મે મહિનામાં તૈયાર થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment