Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી સરકારી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ:વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી, અનુભવો શેર કર્યા અને ઇનામ જીત્યા

    9 hours ago

    5 સપ્ટેમ્બરના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.આ ઉજવણીમાં સાધુ અંકિતાબેન કાંતિલાલે આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી. રાવળ રીટાબેને ઉપાચાર્ય તરીકેની ભૂમિકા ભજવી હતી. કુલ 18 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડૉ. જેવત ચૌધરી અને સપ્તધારાના કોર્ડિનેટર ડૉ. ખુશ્બુ પી. મોદીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શૈક્ષણિક કાર્ય પછી સેમિનાર હોલમાં અનુભવ કથન અને શિક્ષક દિનના મહત્વ પર એક કાર્યક્રમ યોજાયો હતો. હિન્દી વિભાગના ડૉ. ફાલ્ગુનીબેન પ્રજાપતિએ તેનું સંચાલન કર્યું હતું. કોમર્સ વિભાગના અધ્યાપક વિજયભાઈ જોશીએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું. ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદે બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. મુલાકાતી વ્યાખ્યાતાઓની ટીમે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. અર્થશાસ્ત્ર વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા સંજયભાઈ પ્રજાપતિએ પરિણામ જાહેર કર્યું હતું. જેમાં દ્રષ્ટિબેન નાયીએ પ્રથમ, આયુષીબેન દરજીએ દ્વિતીય અને ભાવનાબેન ભરવાડે તૃતીય સ્થાન મેળવ્યું હતું. મુલાકાતી વ્યાખ્યાતા દિપીકાબેન પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન ગાઈ સૌ છૂટા પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હારિજ સરકારી કોલેજમાં 'Yuva Skills' દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ:વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો મળી, 10 થી વધુએ ઇન્ટરવ્યૂ આપ્યા
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પ્રી-કલ્પવૃક્ષ કાર્યક્રમ ‘Entangle’ શરૂ:‘A Quantum Odyssey’ દ્વારા વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગથી પરિચિત કરાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment