Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પ્રી-કલ્પવૃક્ષ કાર્યક્રમ ‘Entangle’ શરૂ:‘A Quantum Odyssey’ દ્વારા વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગથી પરિચિત કરાવાશે

    9 hours ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અને IEEE કોમ્પ્યુટર સોસાયટી સ્ટુડન્ટ બ્રાન્ચ ચેપ્ટર દ્વારા ‘Entangle: A Quantum Odyssey’ - પ્રી-કલ્પવૃક્ષ કાર્યક્રમ શરૂ કરાયો.આ ખાસ પ્રી-કલ્પવૃક્ષ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા નવા ટેકનોલોજી ક્ષેત્રથી પરિચિત કરાવવાનો છે. તેનો ઉદ્દેશ ક્વોન્ટમ સાયન્સ પ્રત્યે જિજ્ઞાસા, તર્કસંગત વિચારશક્તિ અને ઊંડો રસ જગાવવાનો પણ છે. કાર્યક્રમના પહેલા દિવસે PRLના સહયોગી પ્રોફેસર ડો. શશી પ્રભાકરે એક સત્ર લીધું. તેમણે PRL ખાતે ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન વિશે વિગતવાર વાત કરી.ડો. પ્રભાકરે વિદ્યાર્થીઓને સુરક્ષિત સંચારમાં ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશનનું મહત્વ અને તેની શક્યતાઓ વિશે માહિતી આપી. આ સત્રથી વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ કોમ્યુનિકેશન વચ્ચેનો સંબંધ સમજવાની તક મળી. આ પછી AWS કમ્યુનિટી બિલ્ડર, યુએસએના ક્રિશ્ચિયન પેરેઝ અમેરિકાથી વર્ચ્યુઅલી જોડાયા. તેમના સત્રમાં વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગના નવા પાસાઓ, તેની શક્યતાઓ અને ભવિષ્યની ટેકનોલોજી વિશે માર્ગદર્શન મળ્યું.તેમના સત્રથી વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગના વિકાસ અને ભવિષ્યમાં તેની વિવિધ શક્યતાઓ વિશે ઊંડી સમજ મળી. કાર્યક્રમના પહેલા દિવસે વિદ્યાર્થીઓને પરંપરાગત કમ્પ્યુટિંગની મર્યાદાઓથી આગળ વધીને વિચારવા અને ક્વોન્ટમ સાયન્સની નવી દુનિયા સમજવા માટે એક ખાસ શૈક્ષણિક પ્લેટફોર્મ મળ્યું. આ પહેલથી વિદ્યાર્થીઓમાં ભવિષ્યની ટેકનોલોજી પ્રત્યે જિજ્ઞાસા જાગી. સાથે જ, તેમને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગના ક્ષેત્રમાં વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરવાની પ્રેરણા પણ મળી.
    Click here to Read More
    Previous Article
    સમી સરકારી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ:વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી, અનુભવો શેર કર્યા અને ઇનામ જીત્યા
    Next Article
    જામનગર ITRA અને હાર્ટફૂલનેસ વચ્ચે 5 વર્ષના MoU:સર્વગ્રાહી આરોગ્ય અને પર્યાવરણને અપાશે પ્રોત્સાહન; આયુર્વેદ, યોગ અને સંશોધનનો થશે સમન્વય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment