Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી:'Yoga for Healthy Ageing' થીમ સાથે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો

    12 hours ago

    પાલનપુર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે 'Yoga for Healthy Ageing' (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને 'સ્વસ્થ જીવન માટે યોગ'ની થીમ સાથે આ ઉત્સવનું આયોજન કરાયું હતું. રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 12 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી. યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ દરેક જિલ્લાઓમાં આ પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે, જે શારીરિક અને માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે. તેમણે આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં, CCTV:ભાગવામાં વધુ બે વાહનને ટક્કર મારી કાર સોસાયટીના બોર્ડમાં અથડાઇ; કારમાંથી ચાલક સહિત 5 સગીર નીકળ્યા
    Next Article
    વલસાડમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે:કલેક્ટરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી, આજે યોજાશે પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment