Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદ બાયપાસ રોડ પર ત્રિપલ અકસ્માત, CCTV:માંગરોળ રોડ ઓવરબ્રિજ પાસે પૂરપાટ બલેનો કારે રિક્ષા-બાઇક ટક્કર મારી, 5 ઇજાગ્રસ્ત; દારૂની ખાલી બોટલ મળી

    12 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ આવતી બલેનો કારે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષા અને બાઇક પર સવાર કુલ 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બની તે જ સમયે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સમયસૂચકતા વાપરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પૂરપાટ બલેનો કારે રિક્ષા અને બાઈકને અડફેટે લીધા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વેરાવળ તરફથી પૂરઝડપે અને બેફામ દોડી આવતી એક કારના ચાલકે અચાનક સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારે સામેથી આવતી રિક્ષા અને બાઇક એમ બંને વાહનોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને અંધારા કે ભીડનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ​આ સમગ્ર ગોઝારા અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બલેનો કારમાંથી દારૂની બોટલ મળી ઘટના અંગેની જાણ થતાં જ સ્થાપનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની ખાલી બોટલ, કારચાલકનો મોબાઈલ ફોન તથા અન્ય વ્યક્તિગત ચીજવસ્તુઓ મળી આવી હતી. કારમાંથી દારૂની બોટલ મળી આવતા કારચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી પોલીસે કારમાં રહેલો મોબાઈલ ફોન અને દારૂની ખાલી બોટલ સહિતનો તમામ સામાન કબ્જે કરી લીધો છે અને વાહનના નંબર તથા મોબાઈલની વિગતોના આધારે ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતના સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં અડધી રાતે અસામાજિક તત્વોની ધમાલ,CCTV:સ્થાનિકોના ઘર પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી, મહિલા સહિત ત્રણ લોકોને કર્યા ઈજાગ્રસ્ત
    Next Article
    કોબા કેનાલ પર 12 લેનનો બ્રિજ બનાવવાની યોજના:જરૂરિયાત મુજબ કેનાલને વિકસાવવાની તૈયારી, 'બોટલનેક'ની સ્થિતિથી મુક્તિ મળતા ટ્રાફિકની સમસ્યા દૂર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment