Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોબા કેનાલ પર 12 લેનનો બ્રિજ બનાવવાની યોજના:જરૂરિયાત મુજબ કેનાલને વિકસાવવાની તૈયારી, 'બોટલનેક'ની સ્થિતિથી મુક્તિ મળતા ટ્રાફિકની સમસ્યા દૂર થશે

    11 hours ago

    ગાંધીનગરમાં કોબા તરફની કેનાલ પર હાલનો માર્ગ 6 લેનનો હોવાથી વાહનોની અવરજવરમાં બોટલનેક જેવી સ્થિતિ સર્જાય છે. તેને દૂર કરવા માટે કોબા કેનાલ પરના બ્રિજને 12 લેન સુધી કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. આ કામ પૂર્ણ થયા બાદ કેનાલ પરનો ટ્રાફિક વધુ સરળતાથી પસાર થઈ શકશે. હાલમાં કેનાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ 6 લેનનો છે, જ્યારે તેની સાથેની સર્વિસ રોડ પણ 6 લેનની છે. આમ કુલ મળીને 12 લેનની વ્યવસ્થા છે, પરંતુ કેનાલનો મુખ્ય ક્રોસિંગ માર્ગ 6 લેનનો હોવાથી અહીં વાહનોનો પ્રવાહ સંકોચાઈ જાય છે અને ટ્રાફિકનું દબાણ વધે છે. કેનાલનું માળખું 12 લેન મુજબ તૈયાર કરાશે આ બોટલનેક દૂર કરવા માટે કેનાલને 12 લેનની જરૂરિયાત મુજબ વિકસાવવાની તૈયારી છે. આ માટે પોન્ટૂન સ્ટ્રક્ચર (Pontoon Structure) જેવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. કામ દરમિયાન પાણીની અંદર જરૂરી મશીનરી ઊભી રહી શકે અને બાંધકામની કામગીરી સરળતાથી થઈ શકે તે રીતે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. પોન્ટૂન સ્ટ્રક્ચર શું છે? પોન્ટૂન સ્ટ્રક્ચર એટલે પાણી પર તરતા અથવા પાણીમાં સ્થિર રાખવામાં આવતા પ્લેટફોર્મ/માળખાની મદદથી બનાવવામાં આવતી કામચલાઉ વ્યવસ્થા. તેનો ઉપયોગ પાણીની અંદર કે પાણી ઉપર બાંધકામની કામગીરી માટે મશીનરી, સાધનો અને કામદારોને ઊભા રાખવા માટે થાય છે. કેનાલના કામમાં આ પ્રકારનું સ્ટ્રક્ચર હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ રહે તે દરમિયાન પણ જરૂરી મશીનરીને પાણીની વચ્ચે લઈ જઈને બાંધકામની કામગીરી કરી શકાય છે. હાલ 6 લેન હોવાથી ટ્રાફિકની સમસ્યા કોબા તરફના આ માર્ગ પર એક તરફ 12 લેનની ક્ષમતા ઉપલબ્ધ છે, પરંતુ કેનાલ ક્રોસિંગ પર માત્ર 6 લેન હોવાથી વાહનોને ફરી 6 લેનમાં સમાઈ જવું પડે છે. પરિણામે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ વધે છે. કેનાલને 12 લેન મુજબ વિકસાવવામાં આવે તો આ બોટલનેક દૂર થવાની સાથે ટ્રાફિક ફ્લો પણ ઝડપી બનવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કોબા-ગાંધીનગર તરફના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી રસ્તાની ક્ષમતા વધારવાનો અને કેનાલ ક્રોસિંગ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદ બાયપાસ રોડ પર ત્રિપલ અકસ્માત, CCTV:માંગરોળ રોડ ઓવરબ્રિજ પાસે પૂરપાટ બલેનો કારે રિક્ષા-બાઇક ટક્કર મારી, 5 ઇજાગ્રસ્ત; દારૂની ખાલી બોટલ મળી
    Next Article
    "Extraordinarily Difficult People": JD Vance Warns Iran Deal Will Be "Messy"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment