Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી, CCTV:નીચે પટાકતા માથામાં ઈજાના કારણે છ દિવસની સારવાર બાદ યુવકનું મોત, બહેરામપુરાનો બનાવ

    10 hours ago

    અમદાવાદ શહેરમાં ભયાનક અકસ્માતના CCTV સામે આવ્યા છે. રોડ ક્રોસ કરતા મોપેડ ચાલકને એસટી બસ ચાલકે જોરદાર ટક્કર મારી હતી. મોપેડ ચાલક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે 6 દિવસની સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો છે. મિત્રને મૂકી ઘરે પરત ફરતા ST બસે ટક્કર મારી બહેરામપુરાના સાંકળચંદ મુખીની ચાલીમાં રહેતા 40 વર્ષીય હિતેષ ડાહ્યાજી ગેલોત કાપડનો છૂટક વેપાર કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. 16 ઑગસ્ટે સવારે હિતેષભાઈ મોપેડ લઈ પોતાના મિત્ર મહેન્દ્રભાઈને સંતોષનગર મૂકવા માટે નીકળ્યા હતા. જે બાદ ઘરે પરત ફરતા સમયે મેલડી માતાના મંદિરના ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા સમયે એસટી બસ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. 6 દિવસની સારવાર બાદ યુવકનું મોત આ ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડ પરથી જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર અને જમણા હાથમાં ઈજા થઈ હતી. જ્યારે મોપેડ પણ બસ નીચે કચડાઈ ગયું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા હિતેષભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 દિવસની સારવાર બાદ હિતેષભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે પત્ની કૌશલ્યાબેને કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    3 સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી:અમદાવાદમાં ઝાપટાં પડવાની શક્યતા, સિઝનનો 4 ટકા ઓછો વરસાદ નોંધાયો
    Next Article
    સત્તા મર્યાદા બહારનો DDOનો આદેશ ઉપસચિવે રદ કર્યો:કાર્યપાલક ઈજનેરનો વધારાનો ચાર્જ બદલવાનો નિર્ણય વહીવટી રીતે અયોગ્ય ગણાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment