Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની સાપ કરડાવી હત્યા કરનાર રવિતાને મોતની સજા:બોયફ્રેન્ડને પણ ફાંસી થશે, મેરઠ કોર્ટેએ 3 દિવસમાં 4 દોષિતોને મોતની સજા સંભળાવી

    7 hours ago

    પતિની હત્યા કરીને સાપ કરડાવનાર રવિતા અને તેના પ્રેમી અમરદીપને ઘટનાના 547 દિવસ બાદ મેરઠ જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. શુક્રવારે સજા સંભળાવતાં પહેલાં કોર્ટે રવિતા અને અમરદીપનો પક્ષ વીડિયો કોન્ફરન્સિંગથી સાંભળ્યો. જજે બંનેને પૂછ્યું- તમને બંનેને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા છે. તમે કઈ સજા ઇચ્છો છો? રવિતાએ કહ્યું- મારાં 3 નાનાં-નાનાં બાળકો છે. તેમનું ધ્યાન રાખવામાં આવે. ત્યાર બાદ તે ચૂપ થઈ ગઈ. ત્યાર બાદ અમરદીપે કહ્યું- મારાં માતા-પિતા વૃદ્ધ છે. તેમની સેવા કરનાર કોઈ નથી. તેમની દેખભાળમાં કોઈ કમી ન રહે. ત્યાર બાદ બંને ફૂટ-ફૂટીને રડવા લાગ્યા. મેરઠ કોર્ટે છેલ્લા 3 દિવસમાં 4 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલાં 14 ઑક્ટોબરે બ્લૂ ડ્રમવાળી મુસ્કાન અને તેના સાહિલને ફાંસીની સજા સંભળાવી હતી. 17 એપ્રિલ, 2025ની રાત્રે રવિતાએ અમરદીપ સાથે મળીને પતિ અમિત કશ્યપનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ સાપ કરડવાથી મોત થયું હોવાનું બતાવવા માટે પથારી પર સાપ છોડી દીધો હતો. હત્યાના 60 દિવસ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. એસીજેએમ જયવીર સિંહ નાગરની કોર્ટમાં 551 દિવસ દરમિયાન 87 સુનાવણીઓ થઈ અને 12થી વધુ સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં. 7 ઑક્ટોબરે કોર્ટે રવિતા અને અમરદીપને દોષિત જાહેર કર્યા.
    Click here to Read More
    Previous Article
    From Ambedkar to Modi: The many lives of Buddhism in India | Douglas Ober on Seeking Sangha #1
    Next Article
    નિકોલમાં રૂ.4500ના ભાડે મકાન રાખી ભાડુઆતે પચાવી પાડ્યું : માતા:જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી મકાન ખાલી કરવાની ના પાડી દીધી ​

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment