Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તા મર્યાદા બહારનો DDOનો આદેશ ઉપસચિવે રદ કર્યો:કાર્યપાલક ઈજનેરનો વધારાનો ચાર્જ બદલવાનો નિર્ણય વહીવટી રીતે અયોગ્ય ગણાવાયો

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વહીવટી તંત્રમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર દ્વારા તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલા વિવાદિત કાર્યાલય આદેશને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ દિલીપ નાઈએ તા. 19 ઓગસ્ટના હુકમથી તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. DDO દ્વારા કરવામાં આવેલો આદેશ સત્તા મર્યાદા બહારનો હોવાનું ઉપસચિવના હુકમમાં સ્પષ્ટ કરવામાં આવતા જિલ્લા પંચાયતના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર (પંચાયત) તરીકે જ્યંત આર. સીતાપરાને સોંપવામાં આવેલી વધારાની કામગીરી અન્ય અધિકારીને સોંપવા માટે જિલ્લા પંચાયત દ્વારા તા. 1 ઓગસ્ટે કાર્યાલય આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશમાં સીતાપરાની કામગીરી બિનઅસરકારક અને નબળી હોવાનું જણાવી તેમની વધારાની જવાબદારી અન્ય અધિકારી એન.કે. પોરીયા, કાર્યપાલક ઈજનેર, પંચાયત સિંચાઈ વિભાગ, જિલ્લા પંચાયત ગીર સોમનાથને સોંપવામાં આવી હતી. આ મામલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે સત્તાના પ્રશ્નને ગંભીરતાથી લીધો છે. ઉપસચિવ દિલીપ નાઈના તા. 19-08-2026ના હુકમમાં જણાવાયું છે કે, કાર્યપાલક ઈજનેર (સિવિલ) ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1 હેઠળનું રાજ્યકક્ષાનું તકનીકી પદ છે અને આ સંવર્ગના અધિકારીઓ સીધી રીતે માર્ગ અને મકાન વિભાગના સંવર્ગ સંચાલન હેઠળ આવે છે. હુકમમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવા અધિકારીઓની નિમણૂક, બદલી, બઢતી, વધારાની જવાબદારી, શિસ્તવિષયક કાર્યવાહી તથા અન્ય સેવાવિષયક તમામ બાબતોમાં આખરી નિર્ણય કરવાની સત્તા માર્ગ અને મકાન વિભાગની છે. તા. 14 નવેમ્બર, 2024ના માર્ગ અને મકાન વિભાગના હુકમથી વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમાં ફેરફાર, સુધારો કે રદબાતલ કરવાનો અધિકાર પણ સંબંધિત વિભાગ પાસે જ રહે છે. આમ છતાં જિલ્લા પંચાયત દ્વારા સત્તા મર્યાદા બહાર જઈ મૂળ હુકમમાં ફેરફાર કરી સીતાપરાની વધારાની કામગીરી અન્ય વિભાગના અધિકારીને સોંપવામાં આવી હોવાનું ઉપસચિવે નોંધ્યું છે. આ કાર્યવાહી વહીવટી દૃષ્ટિએ ઉચિત ન હોવાનું જણાવી તા. 1 ઓગસ્ટનો DDOનો આદેશ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે સચિવ, માર્ગ અને મકાન વિભાગને જાણ કરવા તથા ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવા પણ સ્પષ્ટ આદેશ કરાયો છે. DDOનો આદેશ સીધો વિભાગીય ઉપસચિવ દ્વારા રદ થતાં જિલ્લા પંચાયતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. અધિકારીઓ સાથેના મતભેદ અને વહીવટી નિર્ણયોને લઈને અગાઉથી ચર્ચામાં રહેલા DDO સ્નેહલ ભાપકરના મામલે હવે જિલ્લા પંચાયતનું રાજકારણ વધુ ગરમાયું છે.
    Click here to Read More
    Previous Article
    એસટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી, CCTV:નીચે પટાકતા માથામાં ઈજાના કારણે છ દિવસની સારવાર બાદ યુવકનું મોત, બહેરામપુરાનો બનાવ
    Next Article
    ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ બ્રહ્મલીન:અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ, અનુયાયીઓમાં શોકનો માહોલ; આવતીકાલે પાલખીયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment