Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂ-માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ:અમરોલીમાં રમતનું ગ્રાઉન્ડ બચાવવા યુવાનો મેદાને, ‘સુજલામ સુફલામ’ યોજનાના નામે તળાવ ખોદી માટી કૌભાંડનો રહીશોનો દાવો

    14 hours ago

    સુરત શહેરના અમરોલી-કોસાડ વિસ્તારમાં આવેલા સરકારી બ્લોક નંબર 796ના ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક રહીશોએ ભેગા મળી કલેક્ટર, મામલતદાર અને ભૂસ્તર શાસ્ત્રીને આવેદનપત્ર પાઠવી આ કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે. 100થી વધુ યુવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા અમરોલી, વરિયાવ, તારવાડી અને છાપરાભાઠા વિસ્તારના અંદાજે 100 થી વધુ યુવાનો આજે સવારે કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. સાગર વણઝારા અને અન્ય યુવા અગ્રણીઓની આગેવાનીમાં તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષોથી આ સરકારી મેદાનનો ઉપયોગ યુવાનો ક્રિકેટ રમવા અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે શારીરિક તૈયારી કરવા માટે કરી રહ્યા છે. હવે આ મેદાન છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. માટી કૌભાંડની આશંકા, રહીશોનો વિરોધ યુવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'સુજલામ સુફલામ જળ અભિયાન'ના ઓઠા હેઠળ અમુક ભૂ-માફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળીને માટીનું કૌભાંડ કરવા માંગે છે. આ જગ્યાથી માત્ર 300 મીટરના અંતરે પહેલેથી જ એક મોટું સરકારી તળાવ આવેલું છે, જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં, રમતનું મેદાન તોડીને નવું તળાવ બનાવવાની કોઈ તાર્કિક જરૂરિયાત નથી. ચોમાસામાં બીમારી અને અકસ્માતનો ડર સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી ઘેરાયેલો છે. જો અહીં તળાવ ખોદવામાં આવશે તો ચોમાસામાં પાણી ભરાશે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધશે અને રોગચાળો ફેલાશે. ખુલ્લા તળાવને કારણે ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. ધારાસભ્ય અને કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા અપીલ યુવાનોએ આ વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટરોને પણ નમ્ર અપીલ કરી છે કે તેઓ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ કામગીરી અટકાવવા સરકારમાં રજૂઆત કરે. જો આ મેદાનને તળાવ બનાવવાની મંજૂરી રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં યુવાનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વહીવટી ફેરફાર: મનીષ ગુરવાની નવા કલેક્ટર:DDO, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓની પણ બદલી
    Next Article
    અમદાવાદથી ધોલેરા 40 મિનિટમાં પહોંચાશે:20,665 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment