Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે:કલેક્ટરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી, આજે યોજાશે પરીક્ષા

    11 hours ago

    વલસાડ જિલ્લામાં આજે NEET (National Eligibility cum Entrance Test) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ માટેની તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે અને ચિંતામુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષા જિલ્લાના કુલ દસ કેન્દ્રો પર યોજાશે. જેમાં મોટાભાગના કેન્દ્રો વલસાડ શહેરમાં અને કેટલાક પારડી ખાતે આવેલા છે. જિલ્લાના 3000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષાના પેપરો બેંકમાંથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે ડ્યુટી મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પરની પ્રક્રિયાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે. આ ઉપરાંત, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થીઓનું બે તબક્કામાં (ટુ-લેયર) ફ્રિસ્કિંગ કરવામાં આવશે. આ કામગીરી પોલીસ અને NTA (National Testing Agency) દ્વારા નિયુક્ત સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે. ગઈકાલે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (એસ.પી.) દ્વારા તમામ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર નીતિન સાંગવાને પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી:'Yoga for Healthy Ageing' થીમ સાથે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો
    Next Article
    Yoga Day At Somnath Temple 2026 | સોમનાથ મંદિરના પટાંગણમાં ઘૂઘવતા સમુદ્રના કિનારે યોગ દિવસ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment