Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશામાં સ્કોર્પિયો ચાલકે પોલીસની પ્લેટવાળી XUV-બે બાઈકને ટક્કર મારી:અમદાવાદમાં લથડિયા ખાતા આરોપીને પ્રાઈવેટ કારમાં લઈ જતાં પોલીસ-લોકો વચ્ચે બબાલ

    11 hours ago

    અમદાવાદમાં દારૂના નશામાં અકસ્માત થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડીરાતે નરોડાના હંસપુરા વિસ્તારમાં કાળી સ્કોર્પિયો કારના ચાલકે પીધેલી હાલતમાં બેદરકારીભરી રીતે વાહન ચલાવી પોલીસનું પાટીયું મારેલી નંબર પ્લેટ વગરની મહિન્દ્રા XUV કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ કારચાલકને પકડીને બહાર કાઢ્યો હતો, ત્યારે તે લથડિયા ખાતો હતો. ઘટનાસ્થળેથી સ્કોર્પિયો ચાલકને લઈ જતી વખતે પોલીસ અને હાજર લોકો વચ્ચે બબાલ થઈ હતી. ફરિયાદી કારમાં હતા ને સ્કોર્પિયોએ ટક્કર મારી ફરિયાદી જય સોનારા (ઉં.વ.2)એ જણાવ્યું છે કે, તે ​દહેગામમાં રહેવાસી છે અને GLS યુનિવર્સિટીમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે. તેણે 16 નવેમ્બરે રાત્રે 9 વાગ્યાની આસપાસ હંસપુરામાં આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં દીપિકા સાડીની દુકાન સામે કાર પાર્ક કરી હતી. આ સમયે ફરિયાદી જય સોનારા ગાડીની વચ્ચેની સીટમાં બેઠો હતો, તે દરમિયાન સ્કોર્પિયો (GJ 18 BR 8182) કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવીને જયની કારને ટક્કર મારી હતી. બાઈકને પણ ટક્કર મારી, આરોપી લથડિયા ખાતો હતો આટલું જ નહીં સ્કોર્પિયો કારચાલકે પાછળ પાર્ક કરેલી લલિત ગૌતમભાઈ મેસરીયાની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત થતા લોકોનું ટોળું એકઠું થયું હતુ અને કારચાલકને પકડીને કારની બહાર કાઢતા નશાની હાલતમાં લથડિયા ખાતો હતો. બાદમાં તેનું નામ પૂછતાં 27 વર્ષીય આકાશ અમરતભાઈ સથવારા ખોડિયારનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આગળ એક બાઈકને પણ અડફેટે લીધુ હતું ચાલકે કોઈ કેફી પીણું પીધેલું હોવાથી તેના મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી. બાદમાં તપાસ કરતા કારચાલકે આગળ નરોડા જી.ઈ.બી. પાસે એચ.પી. પેટ્રોલ પંપ સામેના રોડ પર નિખિલભાઈ ઉતેકરની બાઇકને પણ ટક્કર મારી નુકસાન કર્યું હતું, જેથી લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસકર્મી આરોપીને પોતાની કારમાં લઈ જતાં લોકો રોષે ભરાયા બે પોલીસ કર્મીએ ઘટનાસ્થળે પહોંચીને કારચાલકને કબજામાં લીધો હતો. બાદમાં આરોપીને એક પ્રાઈવેટ કારમાં લઈ જતા સમયે હાજર લોકોએ જોરથી કારનો દરવાજો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્થાનિકોએ પોલીસકર્મીઓને સવાલ કર્યો હતો કે, આ કાર કોની છે? ત્યારે પોલીસકર્મીએ અમારી પોતાની છે કહેતા લોકોએ આવી રીતે ન ચાલે કહી પોલીસની પીસીઆરમાં જ આરોપીને લઈ જવાની માગ કરી હતી. કારચાલક આકાશ સામે જી ડિવિઝનમાં ગુનો દાખલ વીડિયો મુજબ, લોકોએ પોલીસકર્મીને ભારે રોષ સાથે જણાવ્યું કે, તમે કેમ આરોપીનું ઉપરાણું લ્યો છો? બધા એક તરફ છે અને તમે એક તરફ છો. તેની હાલત જોઈને લાગે છે કે આગળ પણ કોઈને ટક્કર મારીને આવ્યો હશે. તમે પાછળ બેઠા હતા તેની? હાલ તો આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક આકાશ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદીની કારમાં પોલીસનું પાટીયુ, પોલીસ વડાના આદેશનો ઉલાળ્યો ઉલ્લેખનીય છે કે, ફરિયાદીની કારમાં નંબર પ્લેટ પણ નહોંતી. આ સાથે જ તેણે પોલીસ લખેલું પાટીયું કારમાં મારેલુ હતું. થોડા સમય પહેલાં જ ગાંધીનગરથી 'Police'ના લોગો, P સહિતના સિમ્બોલ વાળા વાહનો સામે કાર્યવાહીનો આદેશ થયો હતો. આમ છતા આ પ્રકારના પોલીસ લખેલા પાટીયા જોવા મળે છે. --------------------- આ પણ વાંચો… 20 સપ્ટેમ્બર, 2026ઃ 'Police'ના લોગો અને બ્લેક ફિલ્મો હશે તો કાર્યવાહી થશે, IGએ ગાંધીનગરમાં બ્લેક ફિલ્મ-નંબર પ્લેટ વગરની કાર સાથે PIને પકડ્યા 2 નવેમ્બર, 2026ઃ નબીરાએ મિત્રના ઘરે દારૂ ઢીંચી ફોર્ચ્યુનરથી ફૂટપાથ પર ચારને કચડ્યાં, અકસ્માત પહેલાના CCTV 5 નવેમ્બર, 2026ઃ બેંકના મેનેજરે દારૂના નશામાં ગુરુકુળથી દુરદર્શન ચાર રસ્તા સુધી એક્ટિવાને ઢસડ્યું 10 નવેમ્બર, 2026ઃ કોમર્સ-6 રોડ પાસે નશામાં ધૂત કારચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક સમસ્યા દૂર કરવા વેપારીઓને રોડ પરથી ખસેડાશે:શહેરના વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા ફાળવવામાં આવશે, નિયત કરેલું ભાડું ચૂકવવું પડશે
    Next Article
    પાટણ-ડીસામાંથી ચોરાયેલા બે બાઈક સાથે શખસ ઝડપાયો:પાટણની નવજીવન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે પકડાયો; પોલીસે રૂ. 45 હજારના વાહનો કબજે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment