Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    WRPF UK વર્લ્ડ કપમાં સમસાલ પટેલે ગોલ્ડ જીત્યો:ભરૂચના વડદલા ગામે ભવ્ય સ્વાગત કરાયું

    3 days ago

    ભરૂચ જિલ્લાના વડદલા ગામના પાવરલિફ્ટર સમસાલ ઈદ્રીશ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી દેશ, રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યુનાઇટેડ કિંગડમના નોટિંગહામ શહેરમાં યોજાયેલા WRPF UK વર્લ્ડ કપ 2026માં સમસાલ પટેલે ગોલ્ડ મેડલ જીતી ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તેમની આ સિદ્ધિથી ભારત, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવી વતન પરત ફરેલા સમસાલ પટેલનું વડદલા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં તેમના આગમન પ્રસંગે તેમને ઘોડા પર બેસાડી વિજયયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આ સ્વાગત સમારોહમાં ગામના સરપંચ વિલાસબેન આહીર, ડેપ્યુટી સરપંચ માયાબેન પટેલ, પંચાયત સભ્ય અને એડવોકેટ સલીમ મનસુરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સમસાલ પટેલને તેમની જીત બદલ અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સમસાલ પટેલની આ સિદ્ધિ ભરૂચ જિલ્લાના યુવાનો અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ પાર્કિંગ નજીક દીપડો દેખાયો:યાત્રિકો-સ્થાનિકોમાં ચિંતા, વન વિભાગ પાસે કાર્યવાહીની માંગ
    Next Article
    સાબરકાંઠામાં 4 PI ની આંતરિક બદલી:પ્રાંતિજ PI ને લીવ રીઝર્વમાં મુકાયા;થોડા દિવસો પહેલા 6 PSI અને બે PI ની બદલી કરાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment