Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ પાર્કિંગ નજીક દીપડો દેખાયો:યાત્રિકો-સ્થાનિકોમાં ચિંતા, વન વિભાગ પાસે કાર્યવાહીની માંગ

    3 days ago

    વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં ફરી એકવાર દીપડાની હાજરી સામે આવતા યાત્રિકો અને સ્થાનિક રહિશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સોમનાથ મહાદેવ મંદિરના મુખ્ય પાર્કિંગ વિસ્તાર નજીક આજે સવારે એક દીપડો નજરે પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતા આ સંવેદનશીલ વિસ્તારમાં દીપડાની હિલચાલથી સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારો, સોમનાથ સોસાયટી અને અન્ય રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત દીપડા દેખાયાની માહિતી આપવામાં આવી હોવા છતાં તેની અસરકારક રોકથામ માટે કાયમી પગલાં લેવામાં આવ્યા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. જંગલ વિસ્તાર અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટતા વન્યપ્રાણીઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સોમનાથ મંદિર દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. આવી સ્થિતિમાં મુખ્ય પાર્કિંગ નજીક દીપડાની હાજરી કોઈ ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, સ્થાનિકો અને યાત્રિકો દ્વારા વન વિભાગને તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને સુરક્ષિત રીતે પકડી જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    NEETની એક્ઝામ રદ થતાં ડિપ્રેશનમાં આવી, 'હવે પરીક્ષા નહીં આપું':પેપર લીકના ડરે વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા, ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો; 21 જૂને દેશમાં ફરી પરીક્ષા
    Next Article
    WRPF UK વર્લ્ડ કપમાં સમસાલ પટેલે ગોલ્ડ જીત્યો:ભરૂચના વડદલા ગામે ભવ્ય સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment