Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEETની એક્ઝામ રદ થતાં ડિપ્રેશનમાં આવી, 'હવે પરીક્ષા નહીં આપું':પેપર લીકના ડરે વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા, ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો; 21 જૂને દેશમાં ફરી પરીક્ષા

    3 days ago

    દેશમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEETની 3 મેની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થતાં હવે આ એક્ઝામ 21 જૂનના ફરીથી લેવામાં આવશે. પરંતુ આ પરીક્ષા રદ થવાને કારણે 22.79 લાખ વિદ્યાર્થીઓ પર જાણે વીજળી પડી હતી અને તેને લીધે હવે ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો હોય તેમ અનેક વિદ્યાર્થીઓ એવા છે કે હવે તેઓ નીટની પરીક્ષા નહીં આપે. 3 મેના NEET પરીક્ષા આપનાર અને ડિપ્રેશનમાં આવનાર એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, મારે તે પરીક્ષામાં 488 માર્ક થતા હતા અને મારું ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન હતું પરંતુ આ પરીક્ષા રદ થતાં હવે હું બીજી વખત નીટની એક્ઝામ નહીં આપું અને તેથી મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન અધૂરું રહી જશે. તો અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું અમે બે વર્ષ સુધી નીટની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી પરંતુ હવે અમે એવા મેન્ટલ સ્ટેજમાં નથી કે ફરીથી આ પરીક્ષા આપી શકાય. રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પેપર લીકના ડરે વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા છે. જ્યારે રાજકોટની ફેકલ્ટીએ પણ વિદ્યાર્થીઓની વ્યથા વર્ણવતાં કહ્યું કે, NEET પરીક્ષા રદ થઈ એ બાળકો માટે મેજર ટ્રોમા હતો. હવે બીજી વખત જે એક્ઝામ આપશે તે મેન્ટલી સ્ટ્રોંગેસ્ટ બાળકો હશે. 'બીજી વખત પ્રેશરમાં આવવું ખૂબ જ અઘરું થઈ જાય તેમ છે' પ્રીમિયરની વિદ્યાર્થિની મિશ્રી કુંભાણીએ જણાવ્યું હતું કે, હું પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું ત્રીજી મેના નીટની પરીક્ષા આપી હતી જે કેન્સલ થઈ. જેમાં મને 488 માર્ક આવતા હતા અને મારું ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન હતું. જોકે તે નીટની પરીક્ષા માત્ર દસ દિવસમાં કેન્સલ થઈ ગયાનું જાહેર થતા મારુ ડોક્ટર બનવાનું સપના અધૂરું રહી જશે. બીજી વખત નીટની પરીક્ષા આપવી અને પ્રેશરમાં આવવું તે ખૂબ જ અઘરું થઈ જાય તેમ છે. જેથી હવે હું NEET પરીક્ષા નહીં આપું અને તેથી ડેન્ટિસ્ટ બનવાનું સપના અધૂરું રહી જશે. ‘નીટની પરીક્ષા ફરી વખત આપવી એ ખૂબ જ પ્રેશરાઇઝ છે’ અન્ય વિદ્યાર્થિની મિશા કુંભાણીએ જણાવ્યું હતું કે, અગાઉ NEET ની પરીક્ષા 3 મેના લેવામાં આવી હતી, ત્યારે અમે ખૂબ જ મહેનત કરી અને હિંમત રાખીને NEETની પરીક્ષા આપી હતી. જોકે બાદમાં 12 જૂને એવું NEETનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી તેવું જાહેર કરાયું અને ફરીથી નીટની પરીક્ષા લેવા માટેનું એલાન થયું. જેને કારણે અમે ખૂબ જ પ્રેશરમાં આવી ગયા હતા. તેને વધુમાં કહ્યું કે, જેથી અમારા વાલીઓએ પણ એવું કહ્યું કે, તમારાથી વધુ ઈમ્પોર્ટન્ટ કઈ નથી. તમારે જે રીતે કરવું હોય તે રીતે કરો. કારણ કે નીટની પરીક્ષા ફરી વખત આપવી એ ખૂબ જ પ્રેશરાઇઝ છે અગાઉ અમે બે વર્ષ સુધી મહેનત કરી ચૂક્યા છીએ અને હવે ફરીથી આ નીટની પરીક્ષા આપવી તે ખૂબ જ મહેનતનું કામ છે. ‘નીટની પરીક્ષા રદ થઈ તે બાળકો માટે મેજર ટ્રોમા સ્વરૂપ હતું’ પ્રીમિયર સ્કૂલની કેમેસ્ટ્રી ફેકલ્ટીના મનન જોશીએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા રદ થઈ હતી તે અમારા માટે વીજળી પડ્યા બરાબર હતું. વિદ્યાર્થીઓએ બે વર્ષ સુધી તનતોડ મહેનત કરીને સ્ટ્રેસ વચ્ચે નીટની પરીક્ષા આપી અને પેપરો પણ ખૂબ સારા ગયા અને ત્યારબાદ મોજમાં આવીને ફરવા અને દેવ દર્શન માટે નીકળી પડ્યા હતાં તે વિદ્યાર્થીઓને ઓચિંતાની ખબર પડી કે નીટની પરીક્ષા રદ થઈ છે. જે બાળકો માટે મેજર ટ્રોમા સ્વરૂપ હતું. જે વિદ્યાર્થીઓને પેપર સારા ગયા હતા અને માંડ મહેનત કરીને નીટની પરીક્ષા આપી હતી તે તમામ વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. ‘બાળકો માટે આ પરિસ્થિતિ અકલ્પનીય અને અસહ્ય’ તેમણે જણાવ્યું કે, કારણ કે, એટલા બધા ગભરાઈ ગયા છે, તેને એવું છે કે હું કઈ રીતે હવે આ પરીક્ષા આપી શકીશ. નીટની પરીક્ષા રદ થઈ તે વિદ્યાર્થીઓ માટે તો કલ્પના બહારની બાબત હતી અને શિક્ષકો માટે પણ આ જ પરિસ્થિતિ હતી. હવે બાળકને એમ કઈ રીતે કહેવું કે બાળક આવું તો થાય જીવનમાં, ફરીથી પરીક્ષા દેવાની. બાળકો માટે આ પરિસ્થિતિ અકલ્પનીય અને અસહ્ય છે. હવેની NEET પરીક્ષા જે બાળક આપશે તે મેન્ટલી સ્ટ્રોંગેસ્ટ બાળકો હશે કારણ કે સ્ટ્રેસ અને ટ્રોમા ઓવરકમ કરીને આ પરીક્ષા આપશે. આ પણ વાંચો: NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ ‘NEETની પરીક્ષા રદ સરકારે કંઈ કર્યું નહીં’ જ્યારે બાયોલોજીના ફેકલ્ટી નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 અને 2025માં NEETની પરીક્ષા લેવામાં આવી અને તે રદ થઈ હતી તે વખતે સરકારે કંઈ કર્યું ન હતું પરંતુ આ વખતે ખૂબ જ કડક પરીક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પેપર સેટર અને ટ્રાન્સલેટરોને હાઉસ લોકમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ ડિજિટલ લોકમાં પેપર પહોંચાડવાની કામગીરીમાં એરફોર્સની મદદ લેવામાં આવશે. 21 જૂને પરીક્ષા ને દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ નોંધનીય છે કે, ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આગામી તારીખ 21 જૂન,2026 ના રોજ લેવાનાર છે. જેમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રાજકોટ શહેરમાં 5,568 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. પરીક્ષાના બપોરે 2થી 5.15 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. આ પણ વાંચો: 2026નું NEETનું પેપર લીક થવું નક્કી જ હતું! આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે 720 માર્કની પરીક્ષા હશે. જેમાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હશે. જેમાં એક સવાલ ખોટો પડતા સાચા પ્રશ્નોમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષા પેન અને પેપર મોડ પર હશે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વોશરૂમ જવા દેવામાં નહીં આવે અને જો જાય તો ફરીથી તેની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે અને તેથી વિદ્યાર્થીઓને સમય બગડશે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ શક્ય હોય તો પરીક્ષા કેન્દ્રની બહાર ન નીકળવું. આ પણ વાંચો રીનીટના પેપરની લાલચ આપી 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા:1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપી એવા સુમેરસિંગ મીણા, આકાશ મીણા અને નવીન યાદવની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખસોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો છે. સુમેરસિંગ મીણા, આકાશ મીણા રાજસ્થાનના અને નવીન યાદવ બિહારનો છે. આરોપીઓ ગેમિંગ વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવીને પોતાના એકાઉન્ટમાં પૈસા મેળવતા અને થોડીવાર રમીને થોડી હાર-જીત કરીને પૈસા પોતાના એકાઉન્ટમાં મેળવી લેતા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    રામમંદિર ચઢાવામાંથી ચોરી મામલે આજે 2 FIR થઈ શકે છે:SITએ બંધ બારણે પૂછપરછ કરી, સવાલ- મંદિરની બહાર જતી વખતે કર્મચારીઓનું ચેકિંગ થતું હતું કે નહીં?
    Next Article
    સોમનાથ પાર્કિંગ નજીક દીપડો દેખાયો:યાત્રિકો-સ્થાનિકોમાં ચિંતા, વન વિભાગ પાસે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment