Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોગવડ ગામમાં શાળાના બાળકોને WIFS અંતર્ગત માર્ગદર્શન:ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી અને પોરા નાશક કામગીરી પર ભાર

    1 day ago

    જામનગર જિલ્લાના જોગવડ ગામમાં આરોગ્ય જાગૃતિ અભિયાન યોજાયું. પ્રાથમિક શાળામાં WIFS કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું.વિદ્યાર્થીઓને આયર્ન (IFA) ગોળીના નિયમિત સેવનથી થતા આરોગ્ય લાભો અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. ઉપરાંત, ચાંદીપુરા વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, મચ્છર નિયંત્રણ અને અન્ય જરૂરી તકેદારી અંગે માહિતી આપવામાં આવી.ગામમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરીને તેના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર કરાયા. આ કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ ગ્રામજનોનું આરોગ્ય સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. જેમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓની તપાસ કરાઈ હતી.આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રોગચાળો અટકાવવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીની લાલપર કેનાલમાંથી 23 કલાક બાદ યુવકનો મૃતદેહ મળ્યો:પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ ખસેડ્યો, ડૂબી જવાનું કારણ અકબંધ
    Next Article
    મહેસાણા LCBનો સપાટો:જોટાણાની સીમમાંથી રૂ.3.16 લાખના વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment