Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા LCBનો સપાટો:જોટાણાની સીમમાંથી રૂ.3.16 લાખના વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડ્યો

    1 day ago

    ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી. જોટાણા ગામની સીમમાં 'ચોરતલાવડી'ના ખેતરમાં દરોડો બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે જોટાણા ગામની સીમમાં 'ચોરતલાવડી' તરીકે ઓળખાતા ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ ખેતર જોટાણા ગામના પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડાના કબજા ભોગવટાનું હોવાનું ખુલ્યું હતું, જ્યાં પતરાના ઢાળિયાની બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેપાર કરવામાં આવતો હતો. અલગ-અલગ બ્રાન્ડની 1464 નંગ બોટલોમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે ઘટનાસ્થળે રેડ કરીને અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલો અને ટિન સહિત કુલ 1464 નંગ (397.08 લીટર) વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા 3,16,120 થાય છે. જોકે, રેડ દરમિયાન આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી મહેસાણા એલ.સી.બી.એ વિદેશી દારૂનો તમામ મુદ્દામાલ કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જોગવડ ગામમાં શાળાના બાળકોને WIFS અંતર્ગત માર્ગદર્શન:ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી અને પોરા નાશક કામગીરી પર ભાર
    Next Article
    ગોધરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગુજરાતનું બીજું પ્રીમિયમ ATM:અદ્યતન સુવિધાઓથી સજ્જ BOBનાં ATMનું લોકાર્પણ, અરજદારોને લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment