Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્ર્વર ડિમોલિશન ખર્ચકાંડની તપાસ ક્યાં પહોંચી ?:રાજકોટમાં શનિવારે યોજાનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસ જવાબ માંગશે, પાણીની વર્તમાન પરિસ્થિતિ અને નવા ડેમ બનાવવાના આયોજન સહિત 23 પ્રશ્ર્નો ચર્ચાશે

    1 day ago

    રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડની બેઠક શનિવાર તા. 17મીએ મળી રહી છે ત્યારે રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે જંગલેશ્ર્વર ડિમોલિશન ખાયકી કાંડ મુદ્દે તપાસ સમિતિની રચના કરાયા બાદ હજી સુધી સમિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હોય કોંગ્રેસના કોર્પોરેટરોએ તપાસ સમિતિ મુદ્દે શાસકો અને પ્રશાસકોનો જવાબ માંગશે. આ જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટની પાણી વિતરણની વર્તમાન સ્થિતિ સહિત 23 પ્રશ્ર્નોની ચર્ચા થશે. જેમાં ભાજપના 7 કોર્પોરેટરોએ 17 અને કોંગ્રેસના 3 કોર્પોરેટરોએ 6 પ્રશ્નો ર્ક્યા છે. આ પૈકી ભાજપનાં કોર્પોરેટર રક્ષિત કલોલાના બે પ્રશ્ર્નો પ્રથમ ક્રમે છે. શનિવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના વોર્ડ નં.16ના કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ જંગલેશ્ર્વર ડિમોલિશનમાં ખર્ચકાંડ અંગે રચાયેલી તપાસ સમિતિની કામગીરી ક્યાં તબક્કે છે ? તપાસનો રિપોર્ટ ક્યારે જાહેર થશે ? તપાસની કોઇ નિયત સમય મર્યાદા નક્કી કરાઇ છે કે કેમ? કેટલાં દિવસથી તપાસ ચાલું છે અને વિલંબ થવાનું કારણ શું ? તે મુદ્દે વિગતો માંગી છે. ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ રાજકોટની પાણી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં પ્રશ્ર્નો પણ પુછ્યા છે. કોંગ્રેસના દિપ્તી સોલંકીએ રાજકોટમાં પાણી વિતરણનું શું આયોજન છે ? રાજકોટના આજી ન્યારી અને ભાદરમાં કેટલાં દિવસનું પાણી છે ? નર્મદાનીર ન મળે, ઓછું મળે કે અનિયમિત મળે તો વૈકલ્પિક આયોજન શું છે ? કન્ટીજન્સી પ્લાન તૈયાર કરાયો છે કે કેમ ? તેની વિગતો માંગી છે. આવી જ રીતે ભાજપના વોર્ડ નં.17ના કોર્પોરેટર ડો. રીંકલભાઇ મેઘાણીએ આ વર્ષે રાજકોટમાં કુલ કેટલાં ટકા વરસાદ થયો છે અને રાજકોટના લોકોની સુખાકારી માટે પીવાલાયક પાણી માટે ક્યાં ક્યાં ડેમોનો ઉપયોગ કરવામાં આવે છે ? અને હાલમાં આ ડેમોમાં કેટલા દિવસનો જથ્થો બાકી રહ્યો છે. રાજકોટમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી આજી નર્મદા અને ભાદર ડેમ ઉપર જ આધારિત છે. ભૂતકાળમાં 30 વર્ષ પહેલા જે વસતી હતી તેના કરતાં અત્યારે 10 ગણી વસતી થઇ ગઇ છે.ત્યારે નવા ડેમ બનાવવા અથવા પાણીની નવી વ્યવસ્થા માટે શું આયોજન છે ? તેવો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. બીજીતરફ વોર્ડ નં.7ના કોર્પોરેટર દર્શનભાઇ પેગ્યાતરે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ કેટલાં કતલખાના છે ? તેમાં કોર્પોરેશન સંચાલિત કેટલાં ? અને ખાનગી કેટલાં ? ખાનગી કતલખાના હોય તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી ? તેની વિગતો સાથે મટનને જાહેરમાં લટકાવીને વેંચાણ કરવાનુ માન્ય છે ? જો ન હોય તો મહાનગરપાલિકા દ્વારા આ બાબતેે શુ કાર્યવાહી કરવામાં આવી ? છેલ્લા ત્રણ મહિનામાં શું કાર્યવાહી કરાઇ ? તેની વિગતો માંગી છે. જ્યારે વોર્ડ નં.16ના કોંગી કોર્પોરેટર ઇબ્રાહિમ સોરાએ મહાનગરપાલિકાના જેટીંગ મશીનોની સંખ્યા અને તેમાં વપરાતું પાણી ક્યાંથી લેવામાં આવે છે ? તેમજ કોઇ દૂકાન મકાન કે અન્ય મિલકતોનો રૂ.1 કરોડથી વધુ વેરો ચડત હોય તો પાણીનું કનેક્શન કાપી શકાય કે નહીં ? તે બાબતે પ્રશ્ર્ન ર્ક્યો છે. કોણે કેટલાં પ્રશ્ર્નો ર્ક્યા ? રક્ષિતભાઇ કલોલા (ભાજપ) : 02 રાજુભાઇ અઘેરા (ભાજપ) : 03 સુધાબા વાઘેલા (કોંગ્રેસ): 01 કૌશિકભાઇ ટાંક (ભાજપ) : 03 મહેશભાઇ પીપરીયા (ભાજપ) : 03 ડો. રીંકલ મેઘાણી (ભાજપ) : 03 દિપ્તીબેન સોલંકી (કોંગ્રેસ) : 03 દર્શનભાઇ પેંગ્યાતર (ભાજપ) : 02 ઈબ્રાહિમ ભાઇ સોરા (કોંગ્રેસ) : 02 સંજયભાઇ સાગઠિયા (ભાજપ) : 01 કુલ પ્રશ્નોની સંખ્યા : 23
    Click here to Read More
    Previous Article
    ગૂગલ પરના હેલ્પલાઈન નંબરે બેંક ખાતું ખાલી કરાવ્યું!:ફોન પે રિફંડ માટે સર્ચ કરેલા નંબર પરથી સાયબર ઠગોએ સ્ક્રીન શેર કરાવડાવી 64 હજારની છેતરપિંડી આચરી
    Next Article
    જલેરી ડેમના અસરગ્રસ્ત ખેડૂતોનો પ્રશ્ન 25 વર્ષથી પડતર:7/12 ના ઉતારામાં નામ ન નોંધાતાં સરકારી લાભથી વંચિત; કલેક્ટરને આવેદનપત્ર આપ્યું; આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment