Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈ વેપારીઓમાં ફફડાટ:વડોદરામાં તહેવાર ટાણે VMC એક્શનમાં; ચારેય ઝોનમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર સઘન તપાસ-સેમ્પલિંગ

    12 hours ago

    વડોદરા શહેરમાં દશેરા અને દિવાળીના તહેવારોના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દુકાનોમાં પૂરતી સ્વચ્છતા કે આરોગ્યના નિયમોનું પાલન જોવા મળ્યું નથી, તેવા 10થી વધુ વેપારીઓને શિડ્યુલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. ફાફડા, જલેબી સહિત ખાદ્યપદાર્થોનું ઇન્સ્પેક્શન વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી દશેરા અને દિવાળીના તહેવારોના અનુસંધાનમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. VMCના ફૂડ સેફ્ટી અધિકારી જીતેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચનાઓ મુજબ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં ફાફડા, જલેબી તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત શહેરના ચારેય ઝોનમાં આવેલા મીઠાઈ, ફરસાણ, ફાફડા અને જલેબીના વેપારીઓને ત્યાં રૂબરૂ જઈને FSSAIના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. દુકાનોમાં ખાદ્ય ચીજવસ્તુઓની બનાવટ અને વેચાણ સમયે સ્વચ્છતાના ધોરણો યોગ્ય રીતે જળવાય છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે. તમામ સેમ્પલો લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલાયા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણ અને ફાફડા-જલેબી ઉપરાંત તેના કાચા માલ (જેમ કે બેસન, ચટણી, હળદર, મરચું અને અન્ય રો-મટીરિયલ)ના નમૂના (સેમ્પલ) પણ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાની ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી પણ સત્તાવાર રીતે હાથ ધરવામાં આવી છે. 10થી વધુ વેપારીને શિડ્યુલ-4 હેઠળ નોટિસ ચેકિંગ દરમિયાન જે વેપારીઓની દુકાનોમાં પૂરતી સ્વચ્છતા કે આરોગ્યના નિયમોનું પાલન જોવા મળ્યું નથી, તેવા 10થી વધુ વેપારીઓને શિડ્યુલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી અશુદ્ધ કે જોખમી ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી કેન્સલ:હુમલાઓ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે દૂતાવાસનો વીડિયો મેસેજ; રિયાધ એરપોર્ટ પર એટેકમાં ભારતીયનું મોત
    Next Article
    માંગરોળ બંદરેથી માછીમાર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:સાથે માછીમારી કરવા ગયેલો અન્ય યુવક લાપતા, પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment