Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન એજન્ટ, પ્રોપર્ટી મોર્ગેજરની ઓળખ આપી કૌભાંડ:બેંકમાંથી કરોડોની લોન લઈ 20 બોગસ કંપનીઓ ઉભી કરી, મહાઠગ નિલેશ કોઠિયા મધ્યપ્રદેશથી ઝડપાયો

    10 hours ago

    વાસણા પોલીસે મહાઠગ નિલેશ કોઠિયા અને તેના સાગરીત દીપક આહુજાની ધરપકડ કરી છે. આરોપી લોન એજન્ટ, પ્રોપર્ટી મોર્ગેજરની ઓળખ આપી મિલકત માલિકની જાણ બહાર બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી બોગસ દસ્તાવેજોથી કોરોડો રૂપિયાની લોન મેળવી લેતો હતો. છેલ્લા છ વર્ષથી આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વાસણા, નિકોલ, ચિલોડા, બાપુનગર અને મુંબઇ સહિતના સાત ગુનામાં ફરાર હતો. મધ્યપ્રદેશના બૈતુલમાંથી ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે. બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન મંજૂર કરાવતા આરોપી નિલેશ કોઠિયા તેના સાગરીત દીપક આહુજા સાથે મળી ભોગ બનનાર લોકોને પોતે પ્રોપર્ટી મોર્ગેજર કે લોન એજન્ટ હોવાની ઓળખ આપતો હતો. બાદમાં બેંક મેનેજર તેમજ વેલ્યુઅર સાથે મળીને અન્ય વ્યક્તિઓની મિલકતના બોગસ દસ્તાવેજો રજૂ કરીને મોટી રકમની લોન મંજૂર કરાવી લેતો હતો. આરોપીએ 20 અલગ અલગ બનાવટી કંપનીઓ ઉભી કરી વાસણા દેના બેંકમાંથી પણ ફરિયાદીના નવરંગપુરા સ્થિત બંગલાના બોગસ દસ્તાવેજો ઉભા કરીને 90 લાખની લોન મેળવીને તેમાંથી 65 લાખ પોતાની મળતિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આરોપીએ વર્ષ 2020માં હોંગકોંગ ખાતે કંપની બનાવીને 20 જેટલી અલગ અલગ બનાવટી કંપનીઓ ઉભી કરી હતી. જે કંપનીઓમાં નવા રોકાણકારોને લલચાવી કરોડોની છેતરપિંડી આચરતો હતો. નિલેશ કોઠિયા વિરુદ્ધમાં ટ્રેડમાર્ક એક્ટ અને ચેક બાઉન્સનો કેસ ઝોન-7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, આરોપી દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 14.50 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો અંદાજ છે. આરોપી નિલેશ કોઠિયા વિરુદ્ધમાં અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ટ્રેડમાર્ક એક્ટ તથા ચેક બાઉન્સના કેસ થયા હતા. જેમાં એક કેસમાં કોર્ટએ સજા પણ ફટકારી હતી. જ્યારે અન્ય આરોપી દીપક આહુજા વિરુદ્ધમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 13 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. દીપક લોન મંજુર કરાવવા માટેનું કામ કરતો નિલેશ કોઠિયાનું કામ બનાવટી દસ્તાવેજો બનાવવાનું, જ્યારે દીપક લોન મંજુર કરાવવા માટેનું કામ કરતો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને અન્ય ભોગ બનનારને શોધવા અને આરોપીઓની મની ટ્રેલ શોધવા તજવીજ હાથ ધરી છે. કાર, મોબાઇલ, લેપટોપ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી કાર, 6 મોબાઇલ, લેપટોપ સહિત 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપીના 64 બેંક એકાઉન્ટમાંથી 20 લાખ ફ્રીઝ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે D.R.T. કોર્ટ મુંબઇ ખાતે પણ 4 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડા પોલીસે દુઘીયા સરકારી દવાખાના પાછળ જુગાર રમતા 5 ઝડપ્યા:બાતમીના આધારે દરોડો પાડી રૂ 12,660નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    Blog: Reporter's Diary: 10 Days In Nepal And Stories That Never Reached The Camera

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment