Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ:ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનશે

    12 hours ago

    તાપી જિલ્લામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. 80 લાખ રૂપિયાના ખર્ચે ખરીદાયેલી પાંચ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા સેવા સદનના પટાંગણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ નવી એમ્બ્યુલન્સ કટોકટીના સમયે ગ્રામીણ નાગરિકો, સગર્ભા માતાઓ અને નવજાત બાળકોને સમયસર તબીબી સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે. જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને ઇમરજન્સીમાં મોટી હોસ્પિટલમાં પહોંચાડવામાં પડતી મુશ્કેલીઓ હવે આ એમ્બ્યુલન્સ દ્વારા દૂર થશે. આ પાંચ એમ્બ્યુલન્સમાંથી એક તાપી જિલ્લા પંચાયતના 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી અને અન્ય ચાર આયોજન મંડળની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવી છે. આ વાહનોને જિલ્લાના પૂર્વ નિર્ધારિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે મોકલવામાં આવશે, ખાસ કરીને જ્યાં વાહનોની અછત અથવા કનેક્ટિવિટીની સમસ્યા વધુ છે. આ પહેલથી સ્થાનિક સ્તરેથી દર્દીઓને ઉચ્ચ સારવાર માટે રેફર કરવાની ક્ષમતામાં વધારો થશે. તેનાથી ગંભીર દર્દીઓનો કિંમતી સમય બચાવી શકાશે અને ગ્રામીણ આરોગ્ય માળખાને વધુ વેગ મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડૉ. ભાર્ગવ દવે, ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર (QAMO) ડૉ. કે.ટી. ચૌધરી, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના સભ્યો, સ્થાનિક પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આણંદ કોલેજમાં શી ટીમનો મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવા, કાયદાકીય અધિકારો અને સાયબર સુરક્ષાની માહિતી અપાઈ
    Next Article
    ટ્રાયલ શરૂ થયાના માત્ર ચોથા જ દિવસે કોર્ટનો હુકમ:કલોલમાં શ્રમજીવી યુવકનું ગળું કાપવાનો પ્રયાસ કરનાર આરોપીને આજીવન કેદ, 20 દિવસમાં જ કેસની કાર્યવાહી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment