Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ કોલેજમાં શી ટીમનો મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવા, કાયદાકીય અધિકારો અને સાયબર સુરક્ષાની માહિતી અપાઈ

    10 hours ago

    આણંદ મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા આણંદ આર્ટ્સ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થિનીઓ માટે મહિલા સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન, શી ટીમના મહિલા પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણના સરળ અને અસરકારક ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત, મહિલાઓના અધિકારો, સુરક્ષા માટેના કાયદાઓ, મહિલા હેલ્પલાઇન અને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી. કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક કે ઓનલાઈન હેરાનગતિના કિસ્સામાં કાયદેસરની મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થિનીઓને નિર્ભય બની અન્યાય સામે અવાજ ઉઠાવવા અને કોઈપણ મુશ્કેલીમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ. તેમજ, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને પોતાના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ મેળવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો, મહિલાઓના કાયદાકીય અધિકારો અંગે જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત સમાજના નિર્માણમાં પોલીસ તથા નાગરિકો વચ્ચે વિશ્વાસ મજબૂત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકો ભડથું:15 ઈજાગ્રસ્ત, 5 કિમી દૂર ધડાકો સંભળાયો, શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા; ફેક્ટરી સંચાલક સહિત 3ની અટકાયત
    Next Article
    તાપીમાં 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ:ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment