Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકો ભડથું:15 ઈજાગ્રસ્ત, 5 કિમી દૂર ધડાકો સંભળાયો, શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા; ફેક્ટરી સંચાલક સહિત 3ની અટકાયત

    10 hours ago

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર આજે(18 જુલાઈ) ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી 8ને એલ.જી.હોસ્પિટલમાં અને 6ને અસારવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. વસ્ત્રાલ RAF કેમ્પના પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી હોવાથી ધડાકાનો અવાજ આવતાની સાથે જ વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો પણ તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેને બહાર કાઢી લીધા હતા. હાલ તો ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ કાબૂમાં લઈ લીધી છે અને કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે. અમદાવાદ મેયર હિતેશ બારોટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે. ઝોન 8 ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ફેક્ટરી માલિકનું નામ મેહુલ ડોડીયા હોવાનું અને હાલ તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓને લાવવામાં આવ્યા છે, જેમાંથી એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે. બાકીના 5 દર્દીઓમાં 4 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. આ ઇજાગ્રસ્તો પૈકી 2 દર્દીઓની હાલત ગંભીર છે, 1 દર્દીની સ્થિતિ મધ્યમ છે અને અન્ય 2 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તો એલ.જી.હોસ્પિટલમાં 8 ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 4ના મોત અને 4 ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોની યાદી અજય ડામોર,(ઉ.વર્ષ 26 વર્ષ) વાંચ, રામોલ પાયલ ડામોર (ઉ.વર્ષ 25 વર્ષ) વાંચ, રામોલ ભરત ચારણ (ઉ.વર્ષ 26 વર્ષ) વસ્રાલ સુરેશ ડામોર (ઉ.વર્ષ 38 વર્ષ) વસ્રાલ ગોવિંદ ડામોર(ઉ.વર્ષ 48 વર્ષ) વસ્રાલ PM મોદીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું.દરેક મૃતકના પરિવારજનને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ અને ઘાયલોને 50 હજાર સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે દુઃખ વ્યકત કરી રાજ્ય સરકાર તરફથી મૃતકના પરિવારને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    Vikram-1 Rocket Launch: SKYROOT के Vikram-1 लॉन्च से हिली दुनिया, SpaceX को देगी टक्कर? | Top News
    Next Article
    આણંદ કોલેજમાં શી ટીમનો મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવા, કાયદાકીય અધિકારો અને સાયબર સુરક્ષાની માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment