Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ બંદરેથી માછીમાર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:સાથે માછીમારી કરવા ગયેલો અન્ય યુવક લાપતા, પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

    12 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના શેરીયાજબારા દરિયા કિનારેથી એક માછીમાર યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. અલ્તાફ હાસમ ભેસલીયા અને ચાંદ ઈસમાની નામના બંને યુવકો 15 ઓક્ટોબર રાત્રે માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. જો કે, વહેલી સવારે દરિયાકાંઠે અલ્તાફ ભેસલીયાનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અલ્તાફનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ચાંદ ઈસમાની નામનો અન્ય યુવક હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. ​આ સામાન્ય અકસ્માત નહિ, ઘાતકી બનાવની આશંકાઃ યુસુફ ભેસલીયા આ મામલે મછિયારા સમાજના પ્રમુખ યુસુફ ભેસલીયાએ જણાવ્યું કે, અલ્તાફ હાસમ ભેસલીયાનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ અમે તરત જ માંગરોળ બંદરે દરિયાકાંઠે દોડી આવ્યા હતા. સ્થળ પર જઈને તપાસ કરતા અલ્તાફના મૃતદેહના માથાના અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોવા મળી હતી. આ ગંભીર ઈજાઓને જોઈને પરિવારજનો અને સમાજમાં ભારે રોષ તથા શંકાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. રાત્રે સાથે ગયેલા યુવકો પૈકી એકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવો અને બીજો યુવક સાવ લાપતા થઈ જવો તે કોઈ સામાન્ય અકસ્માત નહીં, પરંતુ મોટો ઘાતકી બનાવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવાર અને સમાજનો હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ ​પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી, પરંતુ યુવકોની હત્યા કરીને તેમને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા છે. યુવકના શરીર પરના ઈજાના નિશાનો આ હત્યા તરફ ઈશારો કરી રહ્યા હોવાનું તેમનું માનવું છે. આ ગંભીર મામલે પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી પીડિત પરિવારને ન્યાય અપાવવામાં આવે તેવી માગ ઉઠી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ગુનાહિત ઈરાદા કે અકસ્માતના પાસાઓ અંગે તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈ વેપારીઓમાં ફફડાટ:વડોદરામાં તહેવાર ટાણે VMC એક્શનમાં; ચારેય ઝોનમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર સઘન તપાસ-સેમ્પલિંગ
    Next Article
    વડોદરા કોર્ટમાં 2 પોલીસકર્મી પર હુમલો કરનાર NRI યુવક ઝડપાયો:કોર્ટ રૂમમાં શિસ્ત જાળવવા અંગે ટકોર કરતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ કોન્સ્ટેબલને લાફો મારી મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment