Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 જૂને મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતીમેળો:ધોરણ 10 પાસથી સ્નાતક સુધીની ઉમેદવારો લાભ લઈ શકશે

    4 days ago

    ગાંધીનગર જિલ્લાની રોજગારવાંચ્છુ મહિલાઓને પગભર બનાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17 જૂનના રોજ સવારે 10 કલાકે ગાંધીનગર માણસા રોડ પર વાસન ખાતે આવેલી બાપુ કોલેજમાં મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળાની ખાસિયત એ છે કે તેમાં માત્ર ગાંધીનગર જિલ્લાની જ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે, જેમાં રોજગાર કચેરીમાં અગાઉ નામ નોંધણી કરાવી હોય કે ન કરાવી હોય તેવી તમામ લાયક મહિલાઓ સામેલ થઈ શકશે. મહિલાના ઈન્ટરવ્યુ લઈને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પ્રક્રિયા આ મહિલા રોજગાર ભરતીમેળામાં રાજ્યભરના અનેક પ્રતિષ્ઠિત ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ અહીં આવનારી કુશળ અને ઉત્સાહી મહિલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લઈને સ્થળ પર જ પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે. શારીરિક રીતે સશક્ત અને કામ કરવાની ઈચ્છા ધરાવતી 18 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ આ મેળાનો લાભ ઉઠાવી શકશે. ભરતીમેળામાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત જે માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ તેમજ કોઈપણ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની પદવી ધરાવતી મહિલાઓ આ ભરતીમેળામાં રોજગારી મેળવવા માટે લાયક ગણાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતી તમામ મહિલા ઉમેદવારો માટે રાજ્ય સરકારના સત્તાવાર 'અનુબંધમ પોર્ટલ' (anubandham.gujarat.gov.in) પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ જોબફેર માટેનો વિશેષ જોબફેર આઈ.ડી. JF752913533 નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા રોજગાર અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મુલાકાત માટે આવનારી મહિલા ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, તેની નકલો (ઝેરોક્ષ) અને બાયોડેટા સાથે સ્વખર્ચે નિયત સમયે બાપુ કોલેજ ખાતે હાજર થઈ જવાનું રહેશે. સ્થાનિક મહિલાઓ માટે સ્વનિર્ભર બનવાની આ એક ઉત્તમ અને પ્રશંસનીય તક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ગીર પ્રેમીઓ માટે ખુશખબર:સિંહ દર્શન એક સપ્તાહ વધુ ખુલ્લું રહેશે, હવે 23 જૂન સુધી કરી શકાશે સફારી
    Next Article
    ઈન્સ્ટાગ્રામ પર કિશોરે 'GOOD BYE MY LIFE' લખતા દોડધામ મચી:પ્રેમમાં મનદુઃખ થતા આત્મહત્યા કરવા નીકળ્યો હતો, મહેસાણા પોલીસે બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment