Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્સ્ટાગ્રામ પર કિશોરે 'GOOD BYE MY LIFE' લખતા દોડધામ મચી:પ્રેમમાં મનદુઃખ થતા આત્મહત્યા કરવા નીકળ્યો હતો, મહેસાણા પોલીસે બચાવ્યો

    4 days ago

    ઇન્સ્ટાગ્રામ પર રેલવે ટ્રેકનો વીડિયો અપલોડ કરી 'Good bye my life sorry my wife' લખી આત્મહત્યા કરવા નીકળેલા એક કિશોરને મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી મોટી હોનારત ટાળી છે. પોલીસે આ કિશોરનું યોગ્ય કાઉન્સિલિંગ કરી, સમજાવટ બાદ તેને સુરક્ષિત રીતે તેના વાલી-વારસને સોંપીને પ્રશંસનીય કામગીરી કરી છે. રેલવે ટ્રેકનો વીડિયો બનાવી મેસેજ લખતા દોડધામ મચી ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વે તરફથી એક ઇમરજન્સી ફેક્સ મેસેજ મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન પર એક યુવકે રેલ્વે ટ્રેકનો વીડિયો બનાવી, તેના પર આત્મહત્યાનો સંકેત આપતું લખાણ લખી અપલોડ કર્યું છે. આ ગંભીર મેસેજના આધારે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.આર. જાડેજા તથા CWPO એ.એસ.આઇ. કૌશિકકુમાર વિરસંગભાઇ અને સ્ટાફના માણસોએ ટેકનિકલ સોર્સ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે તાબડતોબ તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આ વીડિયો અપલોડ કરનાર કિશોરને શોધી કાઢ્યો હતો. સ્ત્રીમિત્ર સાથે મનઃદુખ થતા આત્મહત્યાનો વિચાર કર્યો હતો પોલીસે કિશોરના વાલી-વારસની હાજરીમાં તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેની એક સ્ત્રી મિત્ર સાથે મનદુઃખ થવાના કારણે તે અત્યંત માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેને વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા હોવાથી તેણે આ વીડિયો અપલોડ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કિશોરનું ખૂબ જ સચોટ અને હૂંફાળું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની સમજાવટ બાદ કિશોરને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે ભવિષ્યમાં આવું કોઈ ખોટું પગલું નહીં ભરે તેવી ખાતરી આપી હતી.પોલીસે કિશોરને સહીસલામત તેના પરિવારને સોંપતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને મહેસાણા પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરીને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    17 જૂને મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતીમેળો:ધોરણ 10 પાસથી સ્નાતક સુધીની ઉમેદવારો લાભ લઈ શકશે
    Next Article
    બોટાદ SP ધર્મેશ શર્માએ જૈન દેરાસરમાં દર્શન કર્યા:પોલીસ અધિકારીઓએ સાધુ ભગવંતના આશીર્વાદ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment