Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર SPએ અંગદાન જાગૃતિ માટે મુલાકાત લીધી:જિલ્લા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાયું વિશેષ અભિયાન; અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા સઘન ચર્ચા

    12 hours ago

    પોરબંદર જિલ્લા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ટ્રસ્ટના સભ્યો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. ગેરમાન્યતાઓ દૂર કરવાનો હેતુ આ શુભેચ્છા મુલાકાતનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન વિશે પ્રવર્તતી વિવિધ ગેરમાન્યતાઓ દૂર કરવાનો હતો. મુલાકાત દરમિયાન અંગદાનનું માનવજીવનમાં મહત્વ તેમજ અંગોના અભાવે ઝૂરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાની શક્યતાઓ વિશે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે વ્યક્ત કર્યો સકારાત્મક અભિગમ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાએ ટ્રસ્ટની આ સામાજિક પહેલ અને અંગદાન અભિયાન પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ દાખવીને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગે અંગદાન પોરબંદર ટીમના સભ્યો જિગર પંડ્યા, રાહુલ રાજાણી અને જયેશ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 4ના મોત:પ્રેશરના કારણે બોઈલરની વેસલ ફાટી, કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા
    Next Article
    પીવાનું પાણી ના પાડતા આચાર્યે ગુસ્સો ઉતાર્યો:હાથબ પ્રાથમિક શાળાના ઈનચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ, શિક્ષણ વિભાગ દ્વારા શો-કોઝ નોટિસ પાઠવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment