Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 4ના મોત:પ્રેશરના કારણે બોઈલરની વેસલ ફાટી, કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા

    11 hours ago

    ગાંધીનગના કલોલ તાલુકામાં આવેલી છત્રાલ GIDCમાં આવેલી કોવિકા ડાયઝ એન્ડ ઈન્ટરમીડિયેટ નામની કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નિપજ્યા. કેમિકલ કંપનીના બોઈલરની વેસલમાં પ્રેશર વધી જતા જોરદાર બ્લાસ્ટ થયો. જેના કારણે નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો ઉછળીને દૂર ફંગોળાયા અને ગંભીર રીતે દાઝી જતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા. ધડાકાથી આખી ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો. પ્રેશર વધતા બોઈલરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન​ મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ફેક્ટરીમાં રોજિંદીની જેમ શ્રમિકો પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. દરમિયાન કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલ/બોઈલરની નોઝલમાં અચાનક પ્રેશરનું પ્રમાણ ક્ષમતા કરતાં વધી ગયું હતું. પ્રેશર અનિયંત્રિત થઈ જતાં વેસલમાં અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બોઈલર પાસે જ કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય કામદારો એકબીજા સાથે અને પ્લાન્ટની કઠોર રચનાઓ સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ પડ્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ચારેય શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ​ફાયર અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને એફએસએલની ટીમોએ સ્થળ પર પહોંચીને અકસ્માતના મૂળ કારણો જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ​આ કરુણ દુર્ઘટના અંગે માહિતી આપતાં કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, "છત્રાલ GIDCની 'કોવિકા ડાઈઝ' કંપનીમાં કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે, જેમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં બોઈલરની વેસલમાં ઓવર પ્રેશર થવાથી દુર્ઘટના બની હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપની પાસે જરૂરી ફાયર એન.ઓ.સી. તથા અન્ય કાયદાકીય મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મૃતક કામદારોના નામ વિનોદકુમાર સિંદ ટેડા દેહારી લભણ મીણા સિંકંદર દેહરી
    Click here to Read More
    Previous Article
    ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર:ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પેની માગ, નિરાકરણ ન આવે તો ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે
    Next Article
    પોરબંદર SPએ અંગદાન જાગૃતિ માટે મુલાકાત લીધી:જિલ્લા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાયું વિશેષ અભિયાન; અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા સઘન ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment