Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર:ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પેની માગ, નિરાકરણ ન આવે તો ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે

    10 hours ago

    ગુજરાત રાજ્યની અલ્પસંખ્યક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે મેળવવા સરકાર સમક્ષ એક અનોખી લડત શરૂ કરી છે. 'ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંકલન સમિતિ'ના આદેશથી રાજ્યભરના શિક્ષકોએ સોમવાર અને મંગળવારના રોજ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર વ્યવહાર કરીને આ પડતર માંગણી સંતોષવા રજૂઆત કરી છે. સમાન કામ સમાન વેતનની માંગણી છઠ્ઠા પગારપંચ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે 9 વર્ષની સેવા પૂરી થયા બાદ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ તરીકે 4200 ગ્રેડ પે (જે 7મા પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-6: ₹ 35,400 - 1,12,400) નક્કી કરાયેલું છે. સરકાર દ્વારા જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને આશ્રમ શાળાઓના શિક્ષકોને આ લાભ આપી ન્યાય આપવામાં આવ્યો છે, પરંતુ ગ્રાન્ટેડ શાળાઓ માટે આ નિર્ણય લાંબા સમયથી વિલંબિત રહ્યો છે. જેથી 'સમાન કામ, સમાન વેતન'ના સિદ્ધાંત હેઠળ ગ્રાન્ટેડ શિક્ષકો પણ આ લાભ સત્વરે મેળવવા માગે છે. આગામી તબક્કાવાર આંદોલનની ચીમકી શિક્ષક સમિતિએ આશા વ્યક્ત કરી છે કે રાજ્યની સંવેદનશીલ સરકાર આ વ્યાજબી માંગણીનો સંતોષકારક ઉકેલ લાવશે. પરંતુ જો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. લડતના બીજા તબક્કામાં શિક્ષકો બાળકોના અભ્યાસને નુકસાન પહોંચાડ્યા વિના કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ આપશે. તેમ છતાં જો નિરાકરણ નહીં આવે, તો ત્રીજા તબક્કામાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખીને સરકાર દ્વારા સોંપાતી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':આદિત્ય ગઢવીના ગરબામાં વિવાદ, માતાએ 5 વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકી; સુરતમાં વિરોધ કરવા પહોંચેલા 70 શ્રમિક ડિટેઈન
    Next Article
    ગાંધીનગરની છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 4ના મોત:પ્રેશરના કારણે બોઈલરની વેસલ ફાટી, કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment