Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસ:જ્યાં ‘Wi-Fi’ ન મળે ત્યાં કદાચ ‘Why’ મળે

    12 hours ago

    ડૉ. મિત્તલ પટેલ કનેક્શનથી ડિસકનેક્શન અને ફરી પોતાની જાત સાથેના કનેક્શન સુધી… ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ બને છે કે જે આપણને ભીતરથી હચમચાવી દે છે. તે ઘટનાની તીવ્રતા જે-તે સમયે તો અનુભવાય છે, પણ તેના આફ્ટરશોકરૂપે તે આપણામાંથી આપણી સાચી જાત, સાચું ‘સ્વ’—બીજી રીતે કહીએ તો, આપણામાંથી આપણને લેતું જાય છે. ગમે તેટલી ઉપલબ્ધિઓ, ગમે તેટલી સિદ્ધિઓ, પણ આપણને ખુશી જલદી ફીલ થતી નથી. તે આપણને ભીતરથી ખુશ નથી કરી શકતી, કારણ કે આપણને ખુશીનો અહેસાસ કરાવતું જે તત્ત્વ હતું, તે ક્યાંક ગાયબ થઈ ચૂક્યું હોય છે. તેને પાછું મેળવવા ગમે તેટલા ધમપછાડા કરી લઈએ, પણ તે જલદી પાછું આવતું નથી. ત્યારે વહારે આવે છે પ્રકૃતિના સાનિધ્યમાં કરેલી સહજ રખડપટ્ટીરૂપી પ્રવાસ. એ પ્રવાસ આપણને પ્રકૃતિ સાથેનું આપણું સાચું કનેક્શન ફીલ કરાવે છે. જીવનમાં આવતી કોઈ પણ ઘટનાનું કુદરત પાસે કોઈક પ્રયોજન હોય છે, જેના થકી આપણે દુન્યવી બાબતોમાંથી આપણી આસક્તિ દૂર કરી શકીએ અને આપણા ‘સ્વ’ના સાચા સ્વરૂપ સુધી પહોંચી શકીએ. અને એ મથામણમાં રાહબર બને છે, સંગાથી બને છે, સેતુબંધ બને છે—‘પ્રવાસ’. સબસે બડા રોગ ક્યા કહેગે લોગ! જ્યાં પહોંચવું જેની ત્રેવડ કે નિયત ન હોય, ત્યાં પહોંચતા બીજાને અટકાવવા એ હંમેશાં લોકોની ફિતરત રહી છે. જોકે, બધા એવા નથી હોતા. આ લોકચર્ચાને કારણે જીવનને મન ભરીને માણવાની તમારી જે ચાહત છે, એને મુલતવી બિલકુલ ન રાખતા. બહુ વધારે પ્લાનિંગ કર્યા વગર એક એવી ટ્રીપ પર આપણે નીકળી પડીએ છીએ, જ્યાં થોડું કઠિનપણું, થોડું અજાણ્યાપણું અને થોડું વિખૂટાપણું હોય. ત્યારે આપણી ભીતર એક સૂક્ષ્મ પ્રવાસ શરૂ થાય છે. કોંક્રિટના ઘરની ભીતર આપણે શ્વાસ લઈ શકીએ છીએ, પણ પ્રવાસમાં પ્રકૃતિના સામીપ્યમાં આપણે આપણા મનને, આપણી સંવેદનાઓને શ્વસતી જોઈ શકીએ છીએ. આપણે પ્રવાસ કરવા નીકળીએ છીએ કે પ્રવાસનો પુરાવો આપવા? આજનો પ્રવાસી સ્થળે પહોંચે છે. પરંતુ ઘણીવાર સ્થળને જોવાને બદલે મોબાઇલની સ્ક્રીન જુએ છે. ફોટો લે છે, તરત પોસ્ટ કરે છે, રિવ્યૂ વાંચે છે અને સતત નોટિફિકેશન સાથે જોડાયેલો રહે છે. પરિણામે શરીર પ્રવાસમાં હોય છે, પરંતુ મન ડિજિટલ દુનિયામાં. એનો મતલબ એવો નથી કે ફોટા નહીં પાડવાના. પણ પ્રવાસ પતે પછી તમે એને શેર કે પોસ્ટ કરી જ શકો. જે-તે ક્ષણોમાં જાત સાથે મહાલી લો. જે તે ક્ષણમાં ક્ષણમય બની લો. જે તે ક્ષણની જાહોજલાલીની અનુભૂતિ કરી લો. પ્રકૃતિના તત્વોને સ્પર્શવાનો, તેમની સાથે જીવવાનો મોકો ઝડપી લો. પછી જાતને ભીતરથી ખીલવવાનો ફરી મોકો મળે ના મળે!! પ્રકૃતિ તમારામાં એવું કંઈક ઉમેરીને જાય છે, જે તમને વધુ ને વધુ બહેતર વ્યક્તિ બનાવવા તરફ, જીવનને વધુ ને વધુ સારી રીતે સમજવા તરફ અને શાશ્વત વસ્તુઓ સાથેનું આપણું જોડાણ વધુ ને વધુ મજબૂત બનાવવા તરફ લઈ જાય છે. પણ ક્યારે? મોબાઇલના ઉપવાસ થકી જ સ્તો! પ્રકૃતિ આપણને બૂમ પાડીને બોલાવતી હોય અને આપણે માનસિક બહેરાશમાં એ વહાલથી લંબાવેલો હાથ ન ઝાલીએ, તો એ આપણા માટે ખોટની બાબત ન કહેવાય? ક્યારેક એવો પ્રયત્ન કરજો કે પ્રવાસમાં જે પણ જગ્યાએ તમે જતા હો, ત્યાં મોટી હોટલોમાં રોકાવાની જગ્યાએ સ્થાનિક લોકોની સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેજો. તેમનું જીવન બહુ જ બારીકાઈથી તમે જોઈ શકશો. ઘણું બધું પામી શકશો.એ લોકો જે ખાવાનું બનાવે, તેમની સાથે એ જ ખાવાનું ખાજો. આ સ્થાનિક ફૂડ ખાવાનો જે આનંદ છે, એ બહુ હાઈફાઈ વાનગીઓ ખાવાથી તમને નહીં જ મળે. તેમનાં મનોવલણો તમને સહજ રીતે સમજાશે. પ્રકૃતિની ખૂબ જ નજીક રહેતા લોકો ‘માટી જોડે જોડાયેલા’ જન હોય છે. સહજતા, નિર્દોષતા અને નિષ્કપટપણું પ્રાકૃતિક રીતે જ તેમનામાં હોય છે. તેઓ ઓછા મહત્વાકાંક્ષી અને વધુ સંતોષી તેમજ પ્રસન્ન રહેનારા હોય છે.જીવનના નવા-નવા દૃષ્ટિકોણ તેમની પાસેથી તમને મળશે.હા, તમારા મનનો ભાવ તેઓ તરત પારખી જશે. આમ પણ રોજિંદા જીવનમાં એવું જ હોય છે. તમારો ભાવ જેવો હશે, તેવા જ લોકો તમારા તરફ આકર્ષિત થશે. બાકીના તો દૂર જ રહેશે.શુદ્ધ ભાવ હશે તો ચોખ્ખા હૃદયવાળા લોકોનું બોન્ડિંગ તમારી સાથે મજબૂત બનશે. કપટી અને કુભાવવાળા લોકો ગમે એટલું મીઠું તમારી સાથે બોલતા હોય, વખાણ કરતા હોય, પણ તમારું કનેક્શન તેમની સાથે નહીં જ બને. શું તમે પ્રવાસ માટે યોગ્ય ડેસ્ટિનેશનની શોધમાં છો? તમને સાચા અર્થમાં પ્રકૃતિના ખોળામાં મહાલવાનો મોકો પૂરો પાડે, સાથે-સાથે જે-તે જગ્યાની જિયોગ્રાફી, સ્થાનિક પક્ષીઓ-પ્રાણીઓ અને વાતાવરણની વિશેષતાઓ, ત્યાંની પ્રકૃતિની ઝીણવટભરી માહિતી પણ જ્યાંથી આપવામાં આવતી હોય, તેવાં ઘણાં ગ્રુપ્સ છે. જેમ કે YHA India, Invincible NGO, Anala Outdoor જેવા અનેક ગ્રુપ્સ છે, જે નાના-મોટા એવા પ્રવાસ કરાવે છે, જે માત્ર પ્રવાસ નથી; પ્રકૃતિને ખૂંદવાનો, તેની નાની-નાની અનુભૂતિઓને માણવાનો, સ્થાનિક આખી ઇકોસિસ્ટમને મન ભરીને નજીકથી જોવાનો અને તેની સાથે જીવવાનો મોકો આપે છે. હા, ત્યાં તેઓ કદાચ સગવડ ઓછી આપી શકે, પણ પ્રકૃતિના દરેક સ્વરૂપને માણવાના, પ્રકૃતિને મિત્ર બનાવવાના અને તેના માધ્યમથી જાત સાથે કનેક્ટ થવાના મોકા અનેકગણા આપશે.
    Click here to Read More
    Previous Article
    પરખ:સાવધાન... કેમેરો જોઇ રહ્યો છે!
    Next Article
    હૂંફ:પિકી ઇટર: જીભનો બળવો કે અસ્તિત્વનો નાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment