Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:સાવધાન... કેમેરો જોઇ રહ્યો છે!

    11 hours ago

    જયસ્વી પટેલ આજે મોલ્સ, ટ્રાયલ રૂમ્સ, ગર્લ્સ હોસ્ટેલ, ઓફિસના વોશરૂમ્સ, હોટલોના રૂમ કે મહિલાની અવરજવર વધુ હોય ત્યાં હિડન કે સ્પાઇ કેમેરા મૂક્યાની ફરિયાદ મળે છે. એનાથી યુવતીના ગંદા વીડિયો બનાવી બ્લેકમેઇલ કરાય છે, ત્યારે સ્વસુરક્ષા પ્રત્યે જાતે જ સજાગ રહેવું પડશે. 1 ટ્રાયલરૂમમાં જતાં પૂર્વે અંદર-બહારનું બારીકાઇથી નિરીક્ષણ કરો. ત્યાં કામ કરતા કર્મચારીની ગતિવિધિથી સતર્ક રહો. 2 ટ્રાયલ રૂમની છત, અરીસો, હૂક્સ, હેંગર્સને બરાબર ચકાસી લો કે, ક્યાંક એમાં હિડન કેમેરો તો નથી લગાવ્યો ને ! 3 કોઇ વસ્તુ શંકાસ્પદ જણાય તો ચેક કરો. કોઇ પ્રકાશ, કાણું, રેડ કે ગ્રીન લાઇટ દેખાય તો તરત જ બહાર નીકળી જાવ. 4 ઘણા સ્ટોર્સના ટ્રાયલરૂમના દરવાજાની ઉપર-નીચે સ્પેસ જણાય છે. એટલે ચેજિંગ રૂમ્સમાં જાવ, ત્યારે પરિચિતને બહાર ઊભાં રાખો. જો એકલાં હો તો અન્ય લેડીઝની મદદ લો કે જાતે સતર્ક રહો. સ્ટોર્સના ચેજિંગ રૂમ બહાર મહિલાકર્મી જ હોય છે, પણ જો પુરૂષકર્મી જણાય તો તરત સ્ટોર્સ મેનેજરને જણાવો કે પૂછો. 5 ટ્રાયલરૂમની લાઇટ એકવાર ઓફ કરો. જો ત્યાં કેમેરો હશે તો અંધારામાં થોડી રોશની જણાશે. જો અસુવિધા ન લાગતી હોય તો લાઇટ ઓફ કરીને ડ્રેસ ચેન્જ કરો. જો થોડી લાઇટની જરૂર જણાય તો મોબાઇલની ટોર્ચ ઓન કરો. 6 ટ્રાયલ રૂમમાં જતાં પૂર્વે મોબાઇલનું નેટવર્ક ચેક કરો. જો નેટવર્ક ન આવે તો સમજો કે આસપાસ કેમેરો છે. કંઇ વાત કરો જો અવાજ સ્પષ્ટ ન સંભળાય તો સમજો કે તમે કેમેરાની નજરમાં છો. એ અંગે ત્યાંના મેનેજરને પૂછવા-કહેવામાં સંકોચ-શરમ ન રાખો. 7 ચેંજિંગ રૂમમાં શંકાસ્પદ ચીજ-વસ્તુ જુઓ તો તરત મોબાઇલથી ફોટો પાડી લો. જો બીપ…બીપ અવાજ સંભળાય તો એનો અર્થ એ કે, ત્યાં કેમેરો છૂપાવેલો છે. 8 અરીસા પાછળ પણ કેમેરો છૂપાવી શકાય છે. ચેક કરો કે ત્યાં ટુવે મિરર તો નથી ને ! ક્યારેક મિરર પાછળ મિરર હોય છે, જેથી કોઇ આ તરફ જોઇ શકે છે. એની પરખ કરવા મિરર પર આંગળીઓ મૂકો. જો આંગળીઓ થોડા ગેપ સાથે દેખાય તો મિરર બરાબર છે. જો ગેપ ન દેખાય તો સતર્ક બનો. 9 ટુવે મિરરને પારખવા મિરરમાં તમારું પ્રતિબિંબ જોતાં સામાન્ય મિરરમાં સ્પષ્ટ દેખાશે, જો ટુવે મિરર હશે તો નજીક જવાથી છબી અલગ દેખાશે. જો બે મિરર હશે તો રિફલેકશન થશે, જો એવું લાગે તો સમજી જાવ કે મિરર પાછળ મિરર લાગેલો છે. 10 ટ્રાયલરૂમમાં વધુ સમય ન લગાડો. એકલાં હોવ અને કેમેરા ડિટેક્ટરની સુવિધા ન હોય તો, કપડાં ચેન્જ કરતી વખતે દુપટ્ટા કે સ્કાર્ફને શરીર પર રેપ કર્યા પછી ડ્રેસ ચેન્જ કરો. 11 અજાણી જગા પર પબ્લિક વોશરૂમ્સનો ઉપયોગ ટાળો. જો કરવો જ પડે તો વોશરૂમને અવશ્ય ચેક કરી લો, કે ત્યાં કંઇ શંકાસ્પદ તો નથી ને. 12 તમારા ફોનમાં મહિલા સુરક્ષા સંબંધી એપ્સ ડાઉનલોડ કરી રાખો. જેને ઓન કરી ફોનને ટ્રાયલ રૂમમાં ઘુમાવો. જો લાલ રંગનું નિશાન બ્લિંક કરે તો સમજી જાવ કે, ત્યાં હિડન કેમેરો લાગેલો છે. 13 થોડા પૈસા ખર્ચી શકતા હો, તો હિડન કેમેરા ડિટેક્ટર ખરીદી લો. જે એકલી રહેતી યુવતી અને એકલાં આવનજાવનની સ્થિતિમાં મદદગાર નિવડે છે, આ ડિટેકટર છૂપાવેલા કેમેરાને શોધી કાઢે છે. 14 જો આપને લાગે કે, કેમેરાએ તમને જોઇ લીધાં છે કે કોઇ જાતનું રેકોર્ડિંગ થયું છે તો, શરમ-સંકોચ વિના તરત સ્ટોર મેનેજરને ફરિયાદ કરો. જો ફરિયાદ લેવાની ના પાડે તો, પોલીસમાં એફઆઇઆર કરાવવાની ચેતવણી આપો. લેખિત ફરિયાદ પણ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    ખબરનામા:જી-પોપ ને લોકપ્રિય બનાવનાર સ્વરા ઓઝા
    Next Article
    પ્રવાસ:જ્યાં ‘Wi-Fi’ ન મળે ત્યાં કદાચ ‘Why’ મળે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment