Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂંફ:પિકી ઇટર: જીભનો બળવો કે અસ્તિત્વનો નાદ

    12 hours ago

    ડૉ. ધર્માંશુ વૈદ્ય ડાઇનિંગ ટેબલ એ યુદ્ધનું મેદાન નથી, છતાં મોટા ભાગના પરિવારોમાં એ ત્રિઅંકી નાટકનું સ્થળ બની જાય છે. થાળીમાં પીરસાયેલી લીલી શાકભાજી જોઈને ચાર વર્ષનું બાળક મોં ફેરવી લે કે હોઠ ભીડી દે, ત્યારે મા-બાપના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાય છે. આપણે તેને લાડકોડ કે જિદ્દનું નામ આપી દઈએ છીએ. વાસ્તવમાં આ કોઈ હઠ નથી, પણ બાળકની જૈવિક અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિનો સહજ અને કુદરતી પડાવ છે, જેને વિજ્ઞાન ફૂડ નિયોફોબિયા એટલે કે અજાણ્યા ખોરાકનો ભય કહે છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્વાન સંશોધકો સ્પષ્ટ કરે છે કે બેથી પાંચ વર્ષના ગાળામાં બાળકની ભોજનથી ભાગવાની પ્રક્રિયા ચરમસીમાએ પહોંચે છે. ઉત્ક્રાંતિના ઇતિહાસમાં જ્યારે આદિમાનવનું બાળક પોતાની મેળે ચાલતા શીખતું, ત્યારે ઝેરી ફળ કે અજાણી વનસ્પતિ મોંમાં ન મૂકી દે તે માટે કુદરતે એક સુરક્ષાકવચ ઘડ્યું હતું. આ કવચ એટલે અજાણ્યા સ્વાદ અને સુગંધ પ્રત્યે અણગમો. આ કવચ સમય જતા માનવજાતની ખીલવાની પ્રક્રિયાનો અંગ બની ગયું છે. તકલીફ એ છે કે જીવવિજ્ઞાનની આ અગમચેતીને ઘણા માતાપિતા બાળકના દુર્વ્યવહારમાં ખપાવી દેતા હોય છે. આ ઉપરાંત, અહીં જીભ અને મગજ વચ્ચે સંવેદનાની રમઝટ ચાલે છે. પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળકની જીભ પર સ્વાદગ્રંથિઓ ઘણી વધુ સંવેદનશીલ હોય છે. બ્રોકોલી કે કારેલાંનો સામાન્ય કડવો સ્વાદ એમના માટે અત્યંત તીવ્ર બની જાય છે. આ સાથે ખોરાકનું ટેક્સચર એટલે કે તેનો લિસ્સો, ચીકણો કે કડક સ્પર્શ, બાળકની સંવેદનાત્મક પ્રક્રિયા (Sensory Processing) ને તરત વિચલિત કરી નાખે છે. સારા શબ્દોમાં જે દાળ-ભાત આપણને પૌષ્ટિક લાગે, તે બાળકની નાજુક જીભ માટે ચીકણી અકળામણ પણ હોઈ શકે છે. અહીં મૂળ વાત તો અસ્તિત્વના અધિકારની છે. શિશુ જ્યારે પારણામાંથી બહાર આવે છે, ત્યારે તેને સમજાય છે કે પોતે માબાપથી જુદું છે. એને સમજાય છે કે કપડાં કયા પહેરવાં, ક્યાં જવું એ વડીલો નક્કી કરે છે, પણ કયો ખોરાક ગળા નીચે ઉતારવો ત્યાં એનો સંપૂર્ણ અધિકાર છે. એ થાળી સામે જોઈને ડોક હલાવે છે, ત્યારે એ ખોરાકનો નહીં, પણ પોતાની સ્વાયત્તતાનો એકરાર કરે છે. બાળકની થાળીમાં દબાણ કરી પીરસવાને બદલે ધીરજથી પીરસવું અત્યંત જરૂરી છે. બાળરોગ ક્ષેત્રે જેને કાઠું કાઢ્યું છે એવા એલેન સેટેરના “ડિવિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી” મોડેલ મુજબ શું અને ક્યારે આપવું એ ભલે મા-બાપ નક્કી કરે, પણ કેટલું ખાવું અને બિલકુલ ના ખાવું કે ખાવું એ બાળક પર છોડી દેવું યોગ્ય છે. આમ પણ ડાઇનિંગ ટેબલ પર આગ્રહનો અતિરેક બાળકના કુદરતી સ્વાદબોધને કુંઠિત કરી નાખે છે. હકીકતમાં ખોરાક તો સ્નેહની અભિવ્યક્તિ હોવો જોઈએ, સત્તાનો પ્રયોગ નહીં. પીપરમિન્ટ: મમ્મી, મને જાતે પડવા દે.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસ:જ્યાં ‘Wi-Fi’ ન મળે ત્યાં કદાચ ‘Why’ મળે
    Next Article
    કાવ્યાયન:થોડો ધરતીમાં, થોડો આકાશમાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment