Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:થોડો ધરતીમાં, થોડો આકાશમાં

    13 hours ago

    હરદ્વાર ગોસ્વામી થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને પીએ માટીની ગંધ મારાં મૂળ; અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને અર્ધું તે તમરાંનું કુળ; થોડો અંધારે, થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં, થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. -જયંત પાઠક કહે, આ કેવો બંદોબસ્ત રાખ્યો છે? સતત હથિયાર પર તેં હસ્ત રાખ્યો છે! અચલ ઓજસ્વી એવા સૂર્યની સાખે, ઉદય સાથે, ધરા! તેં અસ્ત રાખ્યો છે! કનડગત જિંદગીની શુંનું શું કરતે! મરણ! આભાર, તેં આશ્વસ્ત રાખ્ચો છે! નવા ઘર – ભાવિ ખંડિયેર – નું વાસ્તુ? અભિગમ ઠીક તંદુરસ્ત રાખ્યો છે! બચાવી વલ્લરિએ લાજ ઉપવનની; પવનને લ્હેરખીમાં વ્યસ્ત રાખ્યો છે! હકીકતના સિતમની ફળશ્રુતિ રૂપે, મને મેં ‘ખ્વાબ’માં અભ્યસ્ત રાખ્યો છે! મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ પરિણામ શાળામાં તો સારું આવ્યું, ભણ્યો જે બધું, જિંદગીમાં ન ફાવ્યું. છતાં એ ભિખારી રહ્યો કેમ ભૂખ્યો? નિઃસાસા, વિષમતા, સતત દર્દ ચાવ્યું. પીરસતો એ ભોજન, કરાવીને ઉપવાસ, ‘ને કહે છે બધાને, મને કંઈ ન ભાવ્યું! ઊંચકતા જ મારામાં જીવન ઊગે છે, ઈસુ, ક્રૉસમાં એવું તો શું તેં વાવ્યું! મને જિંદગી નામે મેળામાં લઈ જઈ, કોઈ ત્યાં જ ભૂલીને પાછું ન લાવ્યું. અર્પણ ક્રિસ્ટી ક્યારે, કઈ અજાણી પળે, તું આટલી મારી પોતીકી બની ગઈ, એની જાણ સુધ્ધાં ન રહી. આપણી એ નાની નાની વાતોમાં, સાથે વીતાવેલી પળોના છાંયડે, મૂંગા પગલે આવીને, મારું હૈયું જે ઠામ શોધતું હતું, તું એ જ ઠામ બની ગઈ. તારું હોવું મારે માટે કેટલું અમૂલ્ય છે, એ શબ્દોમાં કહેવું મારા ગજા બહાર છે. કદાચ ક્યારેય નહીં જડે, એવા શબ્દો જે તને પૂરો ન્યાય આપે, અને મારા હૈયાનો ખૂણો માત્ર તારા નામે જ રહેશે. હા, કવિતા તારા જ નામે જ. ડૉ. પ્રવીણ વાટલિયા આજ મોટા થઈને સમજાયું છે એ સત્ય, બાળપણ જ હતું જીવનનું સૌથી સુંદર નૃત્ય. લાખો કમાઈને પણ એ અમીરી નથી મળતી, બાળપણની એક નાની ક્ષણમાં હતી ઝળહળતી. કનુ પરમાર કંઈક એ રીતે દૂરી થઈ ગઈ, કે વાર્તા એક અધૂરી થઈ ગઈ. આંસુ જો ટપક્યા તો અલ્યા, એમાં શું લાચારી થઈ ગઈ? વિજય ગોહેલ ‘સાહિલ’ તને ચાહવા સપનાં જોયાં હતાં, મેં સઘળાંય સુખચેન ખોયાં હતાં. હવે સાચવી સ્પર્શને શું કરું ‘વિજય’ આંસુથી હાથ ધોયા હતા. ડૉ. વિજય જાદવ
    Click here to Read More
    Previous Article
    હૂંફ:પિકી ઇટર: જીભનો બળવો કે અસ્તિત્વનો નાદ
    Next Article
    ફેશન:રફલ્સથી ફ્લોરલ સુધી, દરેક સ્ટાઈલમાં છુપાયો નવો અંદાજ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment