Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેશન:રફલ્સથી ફ્લોરલ સુધી, દરેક સ્ટાઈલમાં છુપાયો નવો અંદાજ!

    1 day ago

    પાયલ પટેલ ફ્રોક એટલે માત્ર બાળપણનો પોશાક નહીં! આજની યુવા મહિલાઓના વૉર્ડરોબમાં પણ ફ્રોક્સે સ્ટાઇલિશ સ્થાન બનાવ્યું છે. કૉલેજ, કૉફી ડેટ, બ્રંચ, વેકેશન કે નાની પાર્ટી દરેક પ્રસંગે ફ્રોક એક અલગ જ લુક આપે છે. 2026ના ફેશન ટ્રેન્ડ્સમાં આરામદાયક કટ, આકર્ષક પ્રિન્ટ્સ અને વોલ્યુમ ધરાવતી ડિઝાઇન્સ ખાસ ધ્યાન ખેંચે છે. અત્યારે ફ્રોક ફેશનમાં પરંપરાગત અને આધુનિક શૈલીનો સુંદર સમન્વય જોવા મળે છે. શર્ટ ફ્રોક કૉલેજ અને રોજિંદા પહેરવેશ માટે સ્માર્ટ લુક આપે છે, જ્યારે ટાયરડ ફ્રોકના લેયર્સ તેને આકર્ષક અને રમણીય બનાવે છે. પફ સ્લીવ્ઝ અને બેલ સ્લીવ્ઝ ફ્રોકને રોમેન્ટિક અંદાજ આપે છે, તો એસિમેટ્રિક હેમલાઇન એટલે કે આગળ-પાછળ અલગ લંબાઈ ધરાવતી ફ્રોક યુનિક દેખાવ આપે છે. એપ્રન સ્ટાઇલ ફ્રોક અને ઢીલા ઘેરવાળા પેરાશૂટ ફ્રોક પણ ફેશનપ્રેમી યુવતીઓ માટે નવા વિકલ્પો છે. ખાસ પ્રસંગે લેસ, નાની ફ્રિલ્સ, બો અને ભરતકામવાળા ફ્રોક પસંદ કરી શકાય. જ્યારે કૉટન, લિનન અને હળવા કાપડની ફ્લોરલ પ્રિન્ટવાળા ફ્રોક ગરમીમાં આરામદાયક રહે છે. આમ, પ્રસંગ અને પોતાની પસંદગી પ્રમાણે ફ્રોકની શૈલી પસંદ કરીને વ્યક્તિત્વને નવો અંદાજ આપી શકાય છે. ફ્લોરલ-આર્ટિસ્ટિક પ્રિન્ટ્સનો જાદુ નાનાં ફૂલોની પ્રિન્ટ ધરાવતા ફ્રોક્સ નાજુક અને રોમેન્ટિક લુક આપે છે, જ્યારે મોટાં ફૂલો અને ચિત્ર જેવી કલાત્મક પ્રિન્ટ્સ વધુ બોલ્ડ અંદાજ માટે યોગ્ય છે. પોલ્કા ડોટ્સ, પટ્ટા અને વિન્ટેજ પ્રિન્ટ્સ પણ ફ્રોકને અલગ ઓળખ આપે છે. પફ સ્લીવ્ઝ અને રફલ્સનો રોમાંચ સાદા ફ્રોકને પણ ખાસ બનાવવું હોય તો પફ સ્લીવ્ઝ, નાની ફ્રિલ્સ અને ટાયર્ડ સ્કર્ટવાળી ડિઝાઇન પસંદ કરી શકાય. કમર પાસે ફિટિંગ અને નીચેથી ઘેર ધરાવતો એ-લાઇન ફ્રોક ક્લાસિક લુક આપે છે. જ્યારે ટાયર્ડ ફ્રોક ચાલતી વખતે સુંદર હલનચલન-હળવાશ ઉમેરે છે. મોટા બો અથવા લેસની નાની વિગતો પણ આકર્ષક બની શકે છે. ફેબ્રિક અને રંગોની પસંદગી રોજિંદા ઉપયોગ માટે કૉટન અને હળવા, શ્વાસ લઈ શકે એવા કાપડ આરામદાયક છે. ખાસ પ્રસંગે ઓર્ગેન્ઝા જેવી હળવી પારદર્શક રચના ધરાવતા કાપડ અથવા સુંદર ટેક્સ્ચરવાળા ફ્રોક્સ પસંદ કરી શકાય. રંગોમાં પેસ્ટલ પિંક, આઇસ બ્લૂ અને ક્રીમ જેવા સૌમ્ય શેડ્સ સાથે લાલ, પીળો અને કોબાલ્ટ બ્લૂ જેવા ચટાકેદાર રંગો પણ અજમાવી શકાય. તમારું ફ્રોક, તમારી સ્ટાઇલ! કૉલેજ માટે ફ્રોક સાથે સ્નીકર્સ અને ટોટ બેગ, જ્યારે સાંજની પાર્ટી માટે નાજુક ઇયરિંગ્સ અને સેન્ડલ સુંદર લાગશે. કમર પર બેલ્ટ, નાની સ્લિંગ બેગ કે હેર બો લુકને નવો અંદાજ આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાવ્યાયન:થોડો ધરતીમાં, થોડો આકાશમાં
    Next Article
    પહેલું સુખ તે...:પાંચ મિનિટની મૂવમેન્ટ બદલે બેઠાડુ જીવન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment