Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:પાંચ મિનિટની મૂવમેન્ટ બદલે બેઠાડુ જીવન

    1 day ago

    સપના વ્યાસ એક્સરસાઇઝને આપણે એક જરૂરિયાત તરીકે જોઇએ છીએ. જીમમાં એક કલાકનું સેશન કે દિવસ દરમિયાન 10,000 પગલાં ચાલવું. દોડવું. મુશ્કેલ વર્કઆઉટ કરવું જેનાથી પરસેવે રેબઝેબ થઇ જવાય, પણ આ બધાને બદલે જો કંઇક ઉપયોગી કરીએ તો? દિવસ દરમિયાન પાંચ મિનિટ મૂવમેન્ટ કરો : આમાં એક્સરસાઇઝ જેવું ભલે ન લાગે, પણ તમારે વર્કઆઉટના કપડાં પહેરવાની જરૂર નહીં, જીમમાં હોય તેવાં મોંઘાં સાધનોની જરૂર નહીં, વળી, જેઓ કલાકો સુધી ડેસ્ક-વર્ક કરતાં હોય, કાર કે સોફામાં બેસી રહેતાં હોય તેમના માટે આનાથી ખરેખર ફરક પડે છે. કસરત નથી કરતાં એ સમસ્યા નથી : કસરત અને શારીરિક પ્રવૃત્તિ કરવી તે સમાન બાબત છે. કસરતનો પ્રકાર નિશ્ચિત હોય છે. સવારે ચાલવું, જીમનું સેશન, યોગા ક્લાસીસ વગેરે. શારીરિક પ્રવૃત્તિમાં એ દરેક બાબત સંકળાયેલી છે, જેમાં પાણી ભરવાથી લઇ, પગથિયાં ચડવા, ફોન પર વાત કરવા દરમિયાન ચાલવું, ઘરનું કામકાજ કરવું વગેરે. આધુનિક જીવનશૈલીમાં આ બધી મૂવમેન્ટ્સ ઘટી ગઇ છે. તમે ભલે શારીરિક રીતે ફિટ હો, પણ કલાકની એક્સરસાઇઝ પછી દિવસ દરમિયાન ભાગ્યે જ મૂવમેન્ટ થાય છે. શરીર લાંબો સમય નિષ્ક્રિય રહેતું નથી : આપણા શરીરની રચના મૂવમેન્ટ કરવા માટે થઇ છે. જ્યારે તમે કલાકો બેસી રહો છો, ત્યારે મોટા સ્નાયુઓ એટલો સમય નિષ્ક્રિય રહે છે. ઊભા થઇને નિયમિત મૂવમેન્ટ કરવાથી સ્નાયુઓનું હલનચલન થાય છે. સાંધા પણ હલે છે અને તમારી કાર્ડિયોવાસ્કુલર સિસ્ટમ પણ કાર્યરત રહે છે. અલબત્ત, એનો અર્થ એવો બિલકુલ નથી કે થોડી વાર બેસવું પણ જોખમી છે. ખરેખર તકલીફ ત્યારે થાય છે જ્યારે તમે દિવસ દરમિયાન એકધારું બેસી રહો છો અને તેના ઉપાય તરીકે તમારી વર્કઆઉટની જરૂર પડે છે. પાંચ મિનિટ મૂવમેન્ટનો બ્રેક લો : ધારો કે તમારે કેટલાક કલાકો માત્ર ડેસ્ક-વર્ક જ કરવાનું હોય. ત્યારે દિવસ પૂરો થયે એક્સરસાઇઝ કરવાની રાહ જોવાને બદલે આટલું કરો : દર એક-બે કલાકે પાંચ મિનિટ મૂવમેન્ટ કરો. ઓફિસમાં એક લટાર મારો. થોડાં પગથિયાં ચડ-ઉતર કરો, સામાન્ય મોબિલિટી એક્સરસાઇઝ કરો. તમારા હિપ્સ અને ખભાને સ્ટ્રેચ કરો. તમારું ધ્યેય શરીરને યાદ કરાવવાનું છે કે મૂવમેન્ટ કરવાની છે. કેમ માત્ર પાંચ મિનિટ? : પાંચ મિનિટ એટલા માટે કે તમે તેથી ડરતાં નથી. એક કલાક એક્સરસાઇઝ યાદ કરીને જ તમને દિવસ વ્યસ્તતાભર્યો લાગે છે, જ્યારે માત્ર પાંચ મિનિટની મૂવમેન્ટ સામાન્ય લાગે છે અને આ જ બાબત તમને સૌથી વધારે શક્તિ પ્રદાન કરે છે. આવું તમે વારંવાર કરી શકો છો. એક વાર પાંચ મિનિટ મૂવમેન્ટની આદત પડી જશે પછી તમે તે દરરોજ કરી શકશો અને પછી તો મહિનાઓ ક્યાં પસાર થઇ જશે તેની પણ ખબર નહીં રહે. બીજો લાભ એ છે કે તમારે કેલેરીઝ સાતે કંઇ કરવાનું નથી. પાંચ મિનિટની મૂવમેન્ટ તમને માનસિક રીતે રીસેટ કરે છે. તમે કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહો છો, ત્યારે તમારા ખભા ખેંચાય છે. ધ્યાન કેન્દ્રિત નથી થતું. તમે ઊભા થાવ, ચાલો, બહાર જુઓ, શરીરને હલાવો આને પાછા કામ કરો. આ બ્રેક માટે કંઇ ખાસ કરવાનું નથી. ક્યારેક બ્રેક દરમિયાન તમારે થોડો સમય નોટિફિકેશન જોવા અથવા સ્ક્રીન સામેથી ઊઠીને બીજે જ જવાનું છે. આપમેળે કરો : સૌથી સરળ બાબત એ છે કે આ આદતને તમે સરળતાથી અપનાવી શકો છો. કોફી પીધા પછી ઊભા થઇને એકાદ-બે વાર લટાર મારો. જમ્યા પછી થોડું ચાલો. ફોન પર વાત કરતાં હો, ત્યારે ચાલતાં-ચાલતાં વાત કરો. દર કલાકે સ્ર્ક્રીન ટાઇમમાંથી બ્રેક લો. તમારે આમાં વધારે પ્રેરણા મેળવવાની પણ જરૂર નથી. આ બધી બાબતો રોજિંદી છે. સામાન્ય મૂવમેન્ટ પણ મહત્ત્વની છે : આપણે ઉલ્લેખનીય આંકડાઓ પાછળ ભાગીએ છીએ. કેલેરીઝ કેટલી બર્ન થઇ, કેટલાં પગલાં ચાલ્યા, કેટલું વજન ઉઠાવ્યું. સ્વસ્થતા આ બધી ગણતરીની એક્સરસાઇઝમાં જ નથી. તે તમારા નાના નાના નિર્ણયોમાં રહેલી છે. જેમ કે, પગથિયાં ચડવા, વાતો કરતી વખતે ઊભા રહેવું. તમારી વસ્તુ જાતે ઉપાડવી. સોફા પરથી ઊભા થવું. કામ કરવા દરમિયાન ચાલતાં રહેવું, આ બધી ક્રિયાઓ વ્યક્તિગત રીતે જરૂરી છે. તેનાથી બેઠાડુ જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ફેશન:રફલ્સથી ફ્લોરલ સુધી, દરેક સ્ટાઈલમાં છુપાયો નવો અંદાજ!
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાન:સર્વાઇકલ કેન્સર સામે રસીનું કવચ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment