Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:સર્વાઇકલ કેન્સર સામે રસીનું કવચ

    1 day ago

    ડો. વિજય દવે ભારતીય મહિલાઓમાં સ્તન કેન્સર પછી બીજા નંબરે ગર્ભાશયનાં મુખના કેન્સરનાં કેસ વધુ જોવા મળે છે. પણ સારી વાત એ છે કે, આ કેન્સરની વેક્સિન કહેતા રસી ઉપલબ્ધ છે જેનાથી 90% જેટલું જોખમ ઘટી જાય છે પહેલા આપણે હ્યુમન પેપિલોમા વાઈરસ (HPV) વિશે જાણીએ. આ સામાન્ય વાઈરસ સ્ત્રીઓ અને પુરુષોમાં શારીરિક જાતિય સમાગમથી પ્રસરે છે. તેમાંથી એચપીવી 16 અને એચપીવી 18 વાઈરસ મહિલાઓમાં થતાં કુલ સર્વાઇકલ કેન્સરના 70-90% કેસો માટે જવાબદાર છે. એચપીવી વેક્સિનથી શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થઈ ભવિષ્યમાં થનારા કેન્સરની શક્યતા ઘટાડે છે. એચપીવી વેક્સિન ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગ અને યોનિદ્વારનું કેન્સર, ગુદા, મોં, અને ગળાના કેન્સર સામે રક્ષણ આપે છે. જ્યારે આ વેક્સિન પુરુષોને જ (09થી 26 વર્ષ દરમિયાન) કારણ કે,તેઓ આ રોગના વાહક હોવાથી અપાય તો તેનાથી જનનેન્દ્રિય અને પ્રોસ્ટેટના કેન્સરની શક્યતા ઘટે છે. આ વેક્સિન કિશોરાવસ્થામાં લેવી જોઈએ. લગ્ન પહેલાં કે જાતીય સંબંધોની શરૂઆત પહેલાં આ વેક્સિન લેવાથી 100% જેટલી તે અસરકારક નીવડે છે. મહિલાઓ 09થી 14 વર્ષની ઉંમરમાં લે તો બે ડોઝ લેવા પડે. પહેલાં ડોઝના છ મહિના પછી બીજો ડોઝ લેવો પડે. જો 15થી 45 વર્ષ દરમિયાન ડોઝ લેવાય તો પહેલો ડોઝ, તેના 1-2 મહિના પછી બીજો ડોઝ અને ત્રીજો ડોઝ છ મહિના પછી લેવો જોઈએ. તેની આડઅસરો સામાન્ય હોય છે. ઇન્જેકશનની જગ્યાએ દુખાવો કે માથાનો દુખાવો, થોડા સમય માટે ચક્કર આવી શકે છે. ભારત સરકાર 09-14 વર્ષની કિશોરીઓને આ વેક્સિન વિનામૂલ્યે આપે છે. ભારતમાં મળતી વેક્સિન આ પ્રકારની હોય છે. 1. સર્વાવેક: ભારતની આ સ્વદેશી રસી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બનાવે છે. તેની કવાડ્રીલેન્ટ પ્રકારની રસી HPVનાં 4 મુખ્ય વાઈરસ (06, 11, 16, 18) સામે રક્ષણ આપે છે. બજારમાં 2000ની આસપાસની કિંમતે આ રસી મળે છે. 2. ગાર્ડસિલ-09 નામની રસી વિદેશી કંપનીએ બનાવેલી છે તેની કિંમત 10000થી 12000ની આસપાસ હોય છે. તે HPVનાં 9 અલગ અલગ વાઈરસ સામે રક્ષણ આપે છે . વેક્સિનનો બીજો/ત્રીજો ડોઝ જો કોઈ કારણસર ચુકી જવાય તો યાદ આવે કે તુરત જ તે લેવો. સગર્ભાઓને આ વેક્સિન ન અપાય. વેક્સિન લીધા પછી પણ સ્ત્રીઓએ 30 વર્ષની ઉંમર પછી દર 3 કે 5 વર્ષે પેપ સ્મીઅર અને એચપીવી ડીએનએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પહેલું સુખ તે...:પાંચ મિનિટની મૂવમેન્ટ બદલે બેઠાડુ જીવન
    Next Article
    પાંચમો વેદ:વાળ ખૂબ જ ખરે છે, તેને ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment