Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમો વેદ:વાળ ખૂબ જ ખરે છે, તેને ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?

    1 day ago

    વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને 6-7 વર્ષથી થાઇરોઇડની સાથે કોલેસ્ટરોલ પણ છે. બંને માટે અલગ-અલગ ડોક્ટરો પાસે જવું પડે છે અને ઘણી વખત તેમની સૂચનાઓ અલગ હોવાથી મૂંઝવણ થાય છે. શું આયુર્વેદમાં એક જ ડોક્ટર બંનેની સારવાર કરી શકે? શું આયુર્વેદિક એન્ડોક્રિનોલોજીસ્ટ હોય છે? { મહેન્દ્ર વ્યાસ, ગાંધીનગર ઉત્તર: આયુર્વેદમાં એક જ લાયકાત ધરાવતા અને અનુભવી વૈદ્ય બંને તકલીફોને સાથે લઈને સારવાર કરી શકે છે. આયુર્વેદ માત્ર રોગના નામને નહીં, પરંતુ અગ્નિ, આમ, દોષ, મેદ અને વ્યક્તિની પ્રકૃતિને પણ ધ્યાનમાં લે છે. ઘણી વખત શરીરમાં કાચો આમ અને મેદના ચયાપચયની (metabolism) ગડબડ જેવી સ્થિતિઓને સમજ્યા વગર માત્ર અલગ-અલગ લક્ષણોની સારવાર કરવાથી સંપૂર્ણ દૃષ્ટિકોણ મળતો નથી. તેથી થાઇરોઇડ અને કોલેસ્ટરોલને સાથે સમજીને, હોર્મોન અને મેટાબોલિક તકલીફોમાં અનુભવી કાયચિકિત્સા વૈદ્ય જરૂરથી મળી શકે છે. ‘આયુર્વેદિક એન્ડોક્રિનોલોજીસ્ટ’ નામની અલગ માન્ય વિશેષતા નથી. પ્રશ્ન: મારી સગાઈને 5-6 મહિના થયા છે અને 4-5 મહિનામાં લગ્ન થવાના છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, છતાં મારી ભાવિ પત્નીને છેલ્લા એક મહિનાથી લગ્ન અંગે સતત ગભરામણ થાય છે, ‘લગ્નના દિવસે હું મંડપમાં ઊભી રહી શકીશ કે નહીં?’, ‘આપણે બંને સાથે રહી શકીશું કે નહીં?’ જેવા વિચારો આવે છે. તે દિવસમાં 7-8 વખત રડે છે. પરિવારના બધા સમજાવે છે છતાં વિચારો દૂર થતા નથી. તેને થાઇરોઇડ પણ છે અને નિયમિત દવા લે છે. શું કરવું?{ એક વાચક ઉત્તર: લગ્ન પહેલાં થોડી ગભરામણ સામાન્ય હોઈ શકે, પરંતુ વારંવાર આવા વિચારો આવવા અને દિવસમાં અનેક વખત રડવું માત્ર સામાન્ય લગ્નની ગભરામણ માનીને અવગણવું યોગ્ય નથી. સૌપ્રથમ તેના થાઇરોઇડની ખાસ કરીને TSHની તપાસ કરાવી તેની દવા યોગ્ય છે કે નહીં તે ડૉક્ટર પાસે ચકાસાવવું. તેને વારંવાર સમજાવવાને બદલે પ્રેમથી સાંભળો અને તેના પર લગ્ન અંગે કોઈ દબાણ ન કરો. સાથે કોઈ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ અથવા મનોચિકિત્સકની સલાહ લેવી યોગ્ય રહેશે. યોગ્ય માર્ગદર્શન અને સારવારથી આવી સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. જો પોતાને નુકસાન પહોંચાડવાના વિચારો આવે તો તાત્કાલિક નિષ્ણાતની મદદ લેવી. પ્રશ્ન: હું સવારે ઊઠીને તરત બે-ત્રણ ગ્લાસ પાણી પી લઉં છું. મને મારા મિત્ર આવું કરવાની ના પાડે છે. શું સવારે પાણી પીવું જોઈએ કે નહિ?{ ભાવેશભાઈ પ્રજાપતિ ઉત્તર: આયુર્વેદના મૂળ સિદ્ધાંત મુજબ સવારે ઊઠીને પાણી પીવું જ જોઈએ એવો કોઈ ફરજિયાત નિયમ નથી. તરસ શરીરની જરૂરિયાતનો સ્વાભાવિક સંકેત છે, તેથી તરસ લાગે અને શરીરને જરૂર હોય તે પ્રમાણે પાણી પીવું વધુ યોગ્ય છે. એકસાથે બે-ત્રણ ગ્લાસ પાણી પીવાની જરૂર નથી. જેને તરસ ન લાગી હોય તેણે માત્ર નિયમ છે એટલા માટે પાણી પીવું જરૂરી નથી. પાણી સામાન્ય તાપમાનનું અથવા પ્રકૃતિને અનુકૂળ નવશેકું લઈ શકાય. ખાસ કરીને પાચનશક્તિ નબળી હોય કે પેટ ફૂલવાની તકલીફ હોય તો જરૂર કરતાં વધારે પાણી એકસાથે ન પીવું. પ્રશ્ન: રાત્રે સૂતી વખતે પગના સ્નાયુઓમાં અચાનક ખેંચ આવે છે. શું કરવું?{ હર્ષદ પટેલ ઉત્તર: રાત્રે પગના સ્નાયુઓમાં વારંવાર ખેંચ આવતી હોય તો આયુર્વેદની દૃષ્ટિએ તેને વાયુનો પ્રકોપ કહી શકાય. સૂતાં પહેલાં પગના તળિયા અને સ્નાયુઓમાં 5-10 મિનિટ હળવા હાથે ગરમ તલ તેલ અથવા યોગ્ય આયુર્વેદિક તેલથી મસાજ કરો. ત્યારબાદ થોડું હળવું સ્ટ્રેચિંગ કરી શકાય. પગને ગરમ રાખવો અને દિવસ દરમિયાન શરીરની જરૂરિયાત મુજબ પૂરતું પાણી પીવું. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું કે ઊભા રહેવાનું ટાળો અને દિવસ દરમિયાન થોડું ચાલવાનું રાખો. જો ખેંચ આવે ત્યારે સ્નાયુને ધીમે-ધીમે ખેંચીને ઢીલો કરવો અને હળવો મસાજ કરવો. ખેંચ વારંવાર આવતી હોય, ખૂબ તીવ્ર હોય અથવા સાથે સોજો કે સતત દુખાવો રહેતો હોય તો માત્ર ઘરગથ્થુ ઉપાય ન કરતાં અનુભવી વૈદ્ય પાસે તપાસ કરાવીને યોગ્ય સારવાર કરાવવી. પ્રશ્ન: મારા વાળ ખૂબ જ ખરે છે, વાળ ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?{ કોમલ ઉત્તર: આજકાલ વાળ ખરવાનું એક કારણ એ પણ છે કે લોકો માથામાં નિયમિત તેલ લગાવતા નથી. તેથી સૌપ્રથમ અઠવાડિયામાં 2 વખત તેલ નાખવાની ટેવ પાડો. પ્રકૃતિને અનુકૂળ હોય તેવું યોગ્ય આયુર્વેદિક તેલ માથાની ત્વચા પર હળવા હાથે મસાજ કરીને લગાવી શકાય. પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. ભીના વાળમાં કાંસકો ન ફેરવવો, વાળને ખૂબ ટાઇટ ન બાંધવા અને વારંવાર હેર ડ્રાયર કે હીટ ટ્રીટમેન્ટનો ઉપયોગ ટાળવો. એક વૈદ્ય માટે વાળ ખરતા હોય તો એનિમિક કન્ડિશન, પોષણનો અભાવ, અપૂરતી ઊંઘ, માસિકના પ્રશ્નો, થાયરોઇડ જેવા રોગો જેવા બીજા અનેક પ્રશ્નોના જવાબ જાણવા જરૂરી હોય છે. માત્ર તેલ લગાવવાથી જ દરેક પ્રકારનું hairfall અટકે એવું જરૂરી નથી. વાળ ખરવાનું પ્રમાણ વધારે હોય અથવા લાંબા સમયથી ચાલુ હોય તો માથાની ત્વચા અને વાળની સ્થિતિ જોઈને પ્રકૃતિ પ્રમાણે યોગ્ય તેલ અને શિરોધારા અને પંચકર્મ સારવાર અનુભવી વૈદ્ય પાસેથી નક્કી કરાવવી.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન-વિજ્ઞાન:સર્વાઇકલ કેન્સર સામે રસીનું કવચ
    Next Article
    મૂડ માઇન્ડ:ઉદાસીનતાના અંધકારમાં ભક્તિનો દીવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment