Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા VVIP ટાઉનહોલ પ્રોજેક્ટ સામે ભારે વિરોધ:₹60 કરોડના ખર્ચે મજેવડી દરવાજા પાસે નિર્માણ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

    15 hours ago

    જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક શામળદાસ ગાંધી ટાઉનહોલને બંધ કરી દેવાના અને ₹60 કરોડથી વધુના જંગી ખર્ચે નવો VVIP ટાઉનહોલ બનાવવાના મહાનગરપાલિકાના પ્લાનિંગ સામે સમગ્ર શહેરમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અગાઉ આ જ હોલના રિનોવેશન અને એસી પાછળ ₹5 થી 6 કરોડ રૂપિયાનો ભારે ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, છેલ્લા 2 વર્ષથી તેને ધૂળ ખાતી હાલતમાં બંધ રાખવામાં આવ્યો છે. હવે મજેવડી દરવાજા પાસે નવી જગ્યાએ નવો ટાઉનહોલ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતાં જ શાસકો સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદ વચ્ચે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર નવા 3D ટાઉનહોલની ભવ્ય ડિઝાઈનની પોસ્ટ મૂકવામાં આવતાં લોકોએ પદાધિકારીઓનો ભારે ઉધડો લીધો છે. પ્રજાના નાણાંથી VVIP કલ્ચર ઊભું કરવા સામે સોશિયલ મીડિયામાં કટાક્ષ અને ગંભીર વિરોધનો મારો ચાલી રહ્યો છે. સ્થાનિક અગ્રણી અમૃત દેસાઈએ PMO માં પત્ર લખી લડત છેડી આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિક અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખૂબ જ સારી સ્થિતિમાં હોવા છતાં, ચોક્કસ અધિકારીઓ અને ભાજપના એક નેતાની મિલીભગતથી તેને અયોગ્ય સાબિત કરવાનો નિંદનીય પ્રયાસ થઈ રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ સ્ટ્રક્ચર રિપોર્ટ નબળો હોવાનું બહાનું બતાવીને આ હોલને મજેવડી દરવાજે સ્થળાંતરિત કરવાની અને ત્યાં મોટી કમાણી કરી લેવાની પદાધિકારીઓની મેલી મુરાદ છે. અશાંત વિસ્તારમાં નવો હોલ બનાવવાની જગ્યાએ મૂળ સરદાર પટેલ ચોકમાં જ તેને અદ્યતન બનાવવો જોઈએ. ભલે તેના માટે 45 ના બદલે 50 કરોડનો ખર્ચ થાય, પરંતુ તેને ત્યાંથી હટાવવો ન જોઈએ. મેં આ બાબતે માનનીય વડાપ્રધાનશ્રીને પણ પત્ર લખ્યો છે અને લડત સતત ચાલુ રાખીશ. જૂનાગઢનું ભૂતકાળમાં અહિત કરનાર આ નેતા પ્રજા સાથે દ્રોહ કરવાનું બંધ કરે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન મૂળ જગ્યાએ જ ટાઉન હોલનું નવીનીકરણ કરે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ સરદાર પટેલ ચોકમાં જ રહેશે તે સંકલ્પ અમે દરેક ભોગે સિદ્ધ કરીને જ રહીશું. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે કર્યો બચાવ બીજી તરફ, જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે વિગતો આપતાં જણાવ્યું છે કે જૂનો ટાઉનહોલ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાથી આ હોલને પાડીને તે જ જગ્યા પર મહાનગરપાલિકા દ્વારા તમામ આધુનિક સુવિધાઓ સાથેનો નવો ટાઉનહોલ બનાવવામાં આવશે. અમારી ઈચ્છા અને જીદ છે કે આ કામ અમારા કાર્યકાળ દરમિયાન જ પૂર્ણ થાય. માત્ર કલાકારો જ નહીં પરંતુ શહેરના નાગરિકો પણ અહીં નવો ટાઉનહોલ બને તેવી ઈચ્છા ધરાવે છે. 3000 ચોરસ મીટરની સામે 6500 ચોરસ મીટરમાં ભવ્ય નિર્માણ પાલિકા શાસકોના જણાવ્યા મુજબ, હાલનો જૂનો ટાઉનહોલ 3,000 ચોરસ મીટરની જગ્યામાં છે, જેની સામે 6,500 ચોરસ મીટરની વિશાળ જગ્યા ધરાવતા નવા ટાઉનહોલ માટે સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. આ નવા અદ્યતન પ્રોજેક્ટમાં વિશાળ ટાઉનહોલ ઉપરાંત આધુનિક રીડિંગ લાઈબ્રેરી, વિશાળ લોન એરિયા અને પાર્કિંગ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જૂનાગઢ શહેરનો વિકાસ મજેવડી અને મોતીબાગ તરફ સતત વધી રહ્યો હોવાથી, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવા ત્રણથી ચાર કોમ્યુનિટી હોલ હોવા જરૂરી છે. નવો હોલ ન બને ત્યાં સુધી નરસિંહ સરોવર એમ્ફીથિયેટર વિકલ્પ બનશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી નવો ટાઉનહોલ તૈયાર ન થાય ત્યાં સુધી સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નરસિંહ સરોવર ખાતે નિર્માણ પામેલા એમ્ફીથિયેટરનો ઉપયોગ કરી શકાશે. આ માટે નિયત ભાડાના ચાર્જ અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (OM) એજન્સીની નિમણૂક અંગેનો ઠરાવ પણ પાલિકા દ્વારા મંજૂર કરી દેવાયો છે. પ્રોજેક્ટનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાથી લઈને જનરલ બોર્ડ અને રાજ્ય સરકારની અંતિમ મંજૂરી મેળવવાની તમામ વહીવટી પ્રક્રિયા આગામી 6 મહિનામાં પૂર્ણ કરી વહેલી તકે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘જુનીગઢીના ગણપતિ’ની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે:સંવેદનશીલ વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કોર્ડન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે
    Next Article
    તારું આધારકાર્ડ બતાવો કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા:રાજકોટમાં વૃદ્ધ અને યુવકને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવનારની પોલીસ કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment